તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરા સાથે કમોસમી વરસાદ, પીળા રંગના છાટા વરસ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કરા સાથે કમોસમી વરસાદે ધરતીપુત્રોને રોવડાવ્યા
- ભિલોડા-વિજયનગર-ઇડર-મેઘરજ પંથકમાં કરા સાથે માવઠું
- ઘઉં અને વરિયાળી અને ચણાના પાકને વ્યાપક નુકશાન
- વડાલી અને ઇડરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડતા ખેડૂતો મૂંઝાયા
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી પલટાયેલા વાતાવરણના કારણે આકાશ સતત વાદળછાયુ રહેવા પામ્યુ છે. દરમિયાન બુધવારે બપોર બાદ ભિલોડા, વિજયનગર,ઇડર,મોટી ઇસરોલ તથા મેઘરજ પંથકમાં કરા સાથે વરસાદ થતાં પાકનો સોથ વળી ગયો છે. ઉપરાંત વડાલી અને આસપાસના વિસ્તારોમાં પણ છાંટા પડતા ખેડૂતોના જીવ પડીકે બંધાઇ ગયા છે. જિલ્લામાં બુધવારે સવારથી જ આકાશ વાદળછાયુ રહેવા પામ્યુ હતું. દરમિયાન વિજયનગર તાલુકામાં મંગળવારે રાત્રે પડેલા ઝાપટાના કારણે ઘઉં, ચણાના પાકને નુકશાન થયુ હતું. જેને પગલે ખેડૂત વર્ગમાં ચિંતા ફેલાઇ ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે વિજયનગર પંથકમાં મંગળવારે રાત્રે અચાનક વરસાદનું ભારે ઝાપટુ પડી ગયુ હતું. જેના કારણે ચણા, ઘઉના પાકને નુકશાન થવા પામ્યુ હોવાનું ઉપ્લા ઘોડીયાના ખેડૂત મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતું. ત્યારબાદ બુધવારે ચિઠોડા, કણાદર અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા રોડ પર પાણી વહેવા માંડયુ હતું. કમોસમી વરસાદને કારણે આ વિસ્તારમાં મુખ્યત્વે ઘઉં અને ચણાના પાકને વ્યાપક નુકશાન થવા પામ્યુ છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો