પ્રાંતિજ-રખીયાલ રેલવે સ્ટેશનને ખોટના બહાને તાળાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવે તંત્રના નિર્ણય સામે લોકોમાં રોષ : અધિકારીઓ દ્વારા અપાતી સેવાઓ પાછી ખેંચી લેવાઇ :પ્રાંતિજ રેલવે સ્ટેશન પરથી સિગ્નલ કાઢી લેવાયા :રેલવે સ્ટેશનનો માસિક ખર્ચ રૂ. ૬ લાખનો : તલોદથી ટ્રેન ઉપડયા બાદ સીધી સોનાસણ રેલવે સ્ટેશને જાણ કરાશે

અમદાવાદથી ઉદેપુર અને ખેડબ્રહ્મા જતી એપી રેલવે લાઇન પર આવેલા અને ૧૧૮ વર્ષ જૂના પ્રાંતિજના રેલ્વે સ્ટેશનને રેલ્વે વિભાગ દ્વારા મનધડત નિર્ણય કરીને પ્રજાની પરવા કર્યા સિવાય મંગળવારે પ્રાંતિજ રેલ્વે સ્ટેશનને બંધ કરી દીધું છે.તેમજ તેનો કેટલોક સ્ટાફ અન્યત્ર ખસેડી દેવાયો છે.તેજ પ્રમાણે રખીયાલ રેલ્વે સ્ટેશનને પણ બંધ કરાયુ છે. જોકે રેલવે તંત્રએ પ્રાંતિજ અને રખીયાલ રેલવે સ્ટેશન ખોટ કરતુ હોવાનું બહાનું આગળ ધરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે રેલવે સ્ટેશનના સુપ્રિટેન્ડેન્ટ જે.બી.ભાવસારે જણાવ્યુ હતું કે પ્રાંતિજ રેલવે સ્ટેશનના કારણે રેલવે વિભાગને માસિક અંદાજે રૂ.૬ લાખનું ભારણ પડતુ હતું.જેથી કેન્દ્રીય રેલવે અધિકારીઓ દ્વારા આર્થિ‌ક ભારણ ઘટાડવા માટેની કામગીરી હાથ ધરતા પ્રાંતિજ અને રખીયાલ રેલવે સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.

જેના કારણે પ્રાંતિજ રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓની અન્યત્ર બદલી કરવાની હિ‌લચાલ શરૂ કરાઇ છે. ઉપરાંત રેલવે સ્ટેશન પરથી સીગ્નલ કાઢી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ૧૮૯પથી પ્રાંતિજ રેલવે સ્ટેશન ચાલુ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત અમદાવાદથી પ્રાંતિજ થઇ હિંમતનગર-ઉદેપુર જતી ટ્રેનો માટેના ટ્રેકનું નામ નામ એપી રેલવે લાઇન આપવામાં આવ્યુ હતું. રેલવે સ્ટેશન બંધ થવાને કારણે તાલુકાની જનતાને પ્રાંતિજથી હિંમતનગર, ઉદેપુર, તલોદ અને અમદાવાદ સહિ‌તના સ્થળે જવા માટે અગવડ પડશે.

આગળ વાંચો વધુ અહેવાલ....
સુવિધા આપવાને બદલે છીનવી લીધી
ટ્રેનના ક્રોસિંગ સોનાસણ થશે
ગેટમેન અને ટિકિટ કલેકટરને ચાલુ રખાયા