• Gujarati News
  • Pleasanton Take Idaramam Pensions Looted As Many Elderly Couple

ઇડરમાં પેન્શન લેવા આવેલુ વૃદ્ધ દંપતી લૂંટાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડરના મશાલ ગામના નિવૃત શિક્ષક અને તેમના પત્ની શુક્રવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાંથી પેન્શનના રૂ.૩૭,૬૦૦ ની રકમ થેલીમાં મૂકી રિક્ષામાં બેસી વલાસણા રોડ પર જઇ રહ્યા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા બે અજાણ્યા છોકરાઓએ નાણાં ભરેલી થેલી નજર ચૂકવી લઇ પલાયન થઇ ગયા હતા. જે અંગે વૃદ્ધ દંપતીએ ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

મશાલ ગામના નિવૃત શિક્ષક નાથાભાઇ પંુજાભાઇ અને તેમના પત્ની ગાૈરીબેન શુક્રવારે પોતાના ગામની મંડળીમાં પૈસા ભરવાના હોવાથી તેઓ ઇડરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની શાખામાં જઇ પોતાના પેન્શન ખાતામાં પડેલા રૂ.૩૭,૬૦૦ ઉપાડી થેલીમાં મૂક્યા હતા.ત્યારબાદ તેઓ રિક્ષામાં વલાસણા રોડ પર જતા હતા. દરમિયાન આ જ રિક્ષામાં અન્ય બે અજાણ્યા છોકરાઓ પણ બેઠા હતા.જેઓ બસ સ્ટેન્ડ આવતા ઉતરી ગયા હતા. જોકે વૃદ્ધ દંપતીને વલાસણા રોડ પર જવુ હોવાથી તેઓ રિક્ષામાં બેસી રહ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા રૂ.૩૭,૬૦૦ ભરેલી થેલી ગાયબ હતી. જેથી આ દંપતી અવાક બની ગયુ હતું. ત્યારબાદ તેમણે ઇડર પોલીસ સ્ટેશનમાં જઇ જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ તફડંચીનો એક બનાવ બન્યો હતો. જેનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી. ત્યાં આ બીજો બનાવ બનતા પોલીસની કામગીરી સામે રોષ વ્યાપ્યો છે.

વૃદ્ધ દંપતીની થેલી બે અજાણ્યા છોકરા તફડંચી કરીને પલાયન થઈ જતાં તેઓ હતપ્રભ બની ગયા હતા.તસ્વીર : પ્રકાશ ગઢવી