મોડાસાના દર્દીનો સ્વાઇન ફલુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- મોડાસાના દર્દીનો સ્વાઇન ફલુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડયું
- દર્દીના પરિવારના પાંચ સભ્યોને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર અપાઇ સોસાયટી વિસ્તારમાં સર્વે હાથ ધરાયો, દર્દી હાલ સઘન સારવાર હેઠળ
મોડાસા : મોડાસામાં માલપુર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા વ્યક્તિને સ્વાઇન ફલુના લક્ષણો જણાતાં તાબડતોડ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં જરૂરી પરીક્ષણ કરાતાં તેમને સ્વાઇન ફલુ પોઝિટિવ હોવાનું જણાઇ આવ્યું હતું. જેને પગલે જિલ્લાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે અને દર્દીના પરિવારના પાંચ સભ્યોને અમદાવાદ ખાતે જરૂરી સારવાર આપવામાં આવી હતી.
મોડાસાના ૪૮ વર્ષિ‌ય પવનકુમાર (નામ બદલ્યુ છે) ને સ્વાઇન ફલુના લક્ષણો જણાતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તબીબી પરીક્ષણમાં પોઝિટિવ જણાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને ગુરૂવારના રોજ જુદી જુદી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી દર્દીના પરિવારના સભ્યોને અમદાવાદ ખાતે જરૂરી સારવાર આપવા અને આસપાસના રહીશોમાં આ લક્ષણો જણાય છે કે કેમ? તે અંગે કાર્યવાહી હાથ ધરાઇ હતી. હાલ અમદાવાદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં પવનકુમારને સઘન સારવાર આપવામાં આવી રહી હોવાનું તેમના સંબંધીઓએ જણાવ્યું હતું.
વાંચો આગળ, નગરપાલિકા દ્વારા દવાનો છંટકાવ કરાયો ....