• Gujarati News
  • One Man Arrest For Kidnapping And Rape Case Of Himmatangar

વાંટારામપુરની પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારો શખ્સ ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પરિણીતાને એક મહિ‌ના સુધી મહારાષ્ટ્રના શીરડીમાં ગોંધી રખાઇ હતી
- દુષ્કર્મ આચરનાર શખ્સ સહિ‌ત ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ


મોડાસા તાલુકાના વાંટારામપુર ગામની પરિણીતાનું આજથી આઠેક માસ અગાઉ હિંમતનગર તાલુકાના નવલપુર ભાટોડા ગામનો શખ્સ છરીની અણીએ જીપમાં અપહરણ કરી ભગાડી ગયો હતો. આ શખ્સે પરિણીતા સાથે મહારાષ્ટ્રના શીરડીની એક રૂમમાં એકાદ માસથી વધુ સમય સુધી ગોંધી રાખી તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના અંગે પરિણીતાએ નવલપુર ભાટોડા ગામના શખ્સ સહિ‌ત તેના મા-બાપ વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ આચરનાર શખ્સને દબોચી લીધો છે.

વાંટારામપુર ગામની પરિણીતાનું આજથી આઠેક માસ અગાઉ નવલપુર ભાટોડા ગામે રહેતો રાજેન્દ્રસિંહ ભાથીસિંહ મકવાણા છરીની અણીએ જીપમાં અપહરણ કરી ભગાડી ગયો હતો. અને મહારાષ્ટ્રના શીરડી લઇ જઇ ત્યાંની એક રૂમમાં મહિ‌નાથી વધુ સમય સુધી ગોંધી રાખી તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતો રહ્યો હતો. તેમજ આ અંગે જો કોઇને જાણ કરીશ તો મહિ‌લાને તેના દીકરા, પતિ અને ભાઇને પણ મારી નાખવાની ધમકી આપતાં તે ગભરાઇ ગઇ હતી.

આ ગુનામાં રાજેન્દ્રસિંહ મકવાણાના પિતા ભાથીસિંહ રામસિંહ મકવાણા અને માતા સવિતાબેન ભાથીસિંહ મકવાણાએ પણ મદદગારી કર્યા અંગેની ફરિયાદ ભોગ બનનાર પરિણીતાએ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં સોમવારે કરતા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ દુષ્કર્મ કરનાર રાજેન્દ્રસિંહ મકવાણાને ઝડપી લઇ તેની અટકાયત કરી છે.

પીડિતાનું મેડીકલ પરીક્ષણ કરાયું

ગાંભોઇ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે દુષ્કર્મની ઘટનાનો ભોગ બનનાર પીડિતા અને દુષ્કર્મ કરનાર શખ્સનું ગાંભોઇ સામુહિ‌ક આરોગ્ય અને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં મેડીકલ પરીક્ષણ કરાયુ હતું.