ભગવાન શામળિયાના દર્શને એક લાખ ભક્તો ઊમટયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(યાત્રાધામ શામળાજી ખાતે ભરાયેલા કારતકી અગિયારસના મેળામાં માનવ મહેરામણ ઉમટયુ હતું. )
- કારતકી અગિયારસનો લોકમેળો જામ્યો
-ચાંદીના રથમાં સવાર શામળિયા ભગવાનનીપાલખીયાત્રા નીકળી

શામળાજી: યાત્રાધામ શામળાજીમાં મંગળવારે કારતક વદ અગિયારસનો પરંપરાગત લોકમેળો ભરાયો હતો. જેમાં શામળાજી પંથકમાંથી અંદાજે એક લાખથી પણ વધુ ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા ઊમટી પડ્યા હતા. ભક્તોએ દર્શનની સાથે ભગવાનની પાલખીયાત્રામાં શ્રદ્ધાભેર ભાગ લીધો હતો.શામળાજીમાં કારતકી મેળાનો ત્રીજો અને અંતિમ દિવસ કારતક વદ અગિયારસનો મેળો મંગળવારે ભરાયો હતો. મેળામાં શામળાજી આસપાસના ગામોમાંથી અનેક ભક્તો ઊમટ્યા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરવાની સાથે મેળાની મજા માણી હતી. આ પ્રસંગે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચાંદીના રથમાં ભગવાનની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
જે તેમના પ્રાગટ્ય સ્થાન કરામ્બુજ તળાવે લઇ જવાઈ હતી અને પૂજાવિધિ બાદ પરત લવાઇ હતી. ઉપરાંત, આદિવાસી સમાજના ભક્તો દ્વારા પણ પરંપરાગત વિશ્રામઘાટથી અન્ય એક પાલખીયાત્રા કઢાઈ હતી. જે રણછોડજી મંદિરે જઈ પરત ફરી હતી. મેળામાં આસપાસના વિસ્તારોમાંથી આદિવાસી યુવકો અને યુવતીઓ પણ મેળાની મજા માણવા આવ્યા હતા. દિવસ દરમિયાન યાત્રાધામમાં ચારેબાજુ માનવ મહેરામણ જોવા મળ્યો હતો.

શામળાજીમાં કારતકી અગિયારસના પરંપરાગત લોકમેળામાં પંથકમાંથી એક લાખથી પણ વધુ શામળિયાના ભક્તો દર્શન કરવા ઊમટી પડ્યા હતા. મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ પણ મેળાની મજા માણવા આવી પહોંચ્યા હતા. દિવસ દરમિયાન જ્યાં જુઓ ત્યાં માનવ મહેરામણ જ નજરે પડતો હતો.
તસ્વીર : વિપુલ રણા
આગળ જુઓ વધુ તસવીરો...