સાંઈને ગમતી સ્ત્રીઓને ભોળવી શરણે લાવતી’તી સાધિકા ગંગા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નારાયણસાંઇની સાધિકા ગંગાને પેઢમાલા લવાશે
- સાધિકા ગંગાને પેઢમાલા અને મુછનીપાળ ખાતે આવેલા આશ્રમમાં લાવવાનો તખ્તો તૈયાર
- સુરત પોલીસે મેળવેલા રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરાશે
- નારાયણ સાંઇને ગમતી સ્ત્રીઓને ભોળવી શરણે પહોંચાડવાનું કામ ગંગા કરતી હતી

નારાયણ સાંઇ અને આસારામે ભગવા કપડામાં કરેલા કુકર્મોનો સુરતની પીડિતાએ પર્દાફાશ કર્યા બાદ નારાયણ સાંઇ હજુ પકડાયા નથી, તો આસારામ જેલની હવા ખાઇ રહ્યા છે. બીજી તરફ નારાયણ સાંઇની અંગત ગણાતી સાધિકા ગંગાને પોલીસે પકડી લીધી છે ત્યારે તેની પાસેથી વધુ વિગતો મેળવવા સાત દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે ત્યારે સુરત પોલીસ ગંગાને પેઢમાલા અને મુછનીપાળ ખાતે આવેલ આશ્રમમાં લાવવા માટે તખ્તો ગોઠવી રહી છે.
નારાયણ સાંઇ તથા આસરામે ગુજરાતના કેટલાક વિસ્તારો વહેંચી લીધા હોય તેમ અગાઉથી જ આ બાપ-દીકરાએ નક્કી કરાયેલા વિસ્તારોમાં તેમના નામે આશ્રમ બનાવી દીધા હતા. જેમાં લોકોને ધાક-ધમકી અને નાણાંની લાલચ આપી તથા રાજકીય વગનો આશરો લઇ સરકારી જમીન હડપ કરી લીધી હતી. પરંતુ કુદરતને ઘેર દેર છે પણ અંધેર નથી તે ઉકિત સાર્થક થતી હોય તેમ આ બાપ-બેટાના કુકર્મોએ છાપરે ચઢી પોકાર્યુ છે ત્યારે તેમાંથી એક એટલે કે આસારામ જેલમાં છે, તો બીજી તરફ ભગવાનના નામે સાધકોમાં ઓળખાતા નારાયણ સાંઇ છુપાતા ફરે છે.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...