• Gujarati News
  • Modasa Ranuja 800 Km Walk 111 Feet With The Flag Departure

મોડાસાથી રણુજા ૮૦૦ કી.મીની પદયાત્રાનું ૧૧૧ ફુટની ધજા સાથે પ્રસ્થાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં રવાનાં થઇ રહેલ સંધ જોઇ શકાય છે)
- મોડાસાથી રણુજા ૮૦૦ કી.મીની પદયાત્રાનું ૧૧૧ ફુટની ધજા સાથે પ્રસ્થાન
- સંતો-મહંતોની ઉપસ્થિતીમાં જીલ્લા કલેકટરે શુભેચ્છા પાઠવી પ્રસ્થાન કરાવ્યું
- શ્રી રામદેવ મંડળ સેવા સંઘ યોજીત ૩૦મી પદયાત્રામાં મહંત ધર્મેન્દ્રનાથજી અને જસવંતનાથજી યોગી સહિ‌ત મોટી સંખ્યામાં પદયાત્રીકો જોડાયા
મોડાસા : છેલ્લા ૨૯ વર્ષથી જન્માષ્ટમીના પવિત્ર દિવસે મોડાસા થી રણુજાની ભવ્ય પદયાત્રા યોજાય છે. આ વર્ષે શ્રીરામદેવ મંડળ સેવા સંઘ દ્વારા યોજાયેલી ભવ્ય પદયાત્રાને રવિવારના રોજ સંતો,મહંતોની ઉપસ્થિતિ વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે નગરમાં દ્યાર્મિ‌કતાનો માહોલ સર્જા‍યો હતો. બ્રહ્મલીન મહંત ચંદુનાથજી યોગી પ્રેરીત ૮૦૦ કીમી ની મોડાસાથી રામદેવરા(રણુજા)ની ૩૦મી પદયાત્રાનો મહંત ધર્મેન્દ્રનાથજી યોગી અને મહંત જસવંતનાથજી યોગીની રાહબરીમાં જન્માષ્ટમીના દિવસે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ યાત્રા પ્રસ્થાન કાર્યક્રમનું અરવલ્લી જીલ્લા કલેકટર બી.જે.ભટ્ટે દીપ પ્રગટાવી ઉદ્દઘાટન કર્યુ હતું. જીલ્લા કલેકટરે મહંત ધર્મેન્દ્રનાથજીની નીશ્રામાં યોજાઇ રહેલી ૩૦મી પદયાત્રામાં જોડાનાર તમામ પદયાત્રિકો અને મંડળ સેવા સંઘના કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી બાબા રામદેવજી પ્રત્યેની પોતાની આસ્થા શબ્દોમાં વ્યક્ત કરી હતી.
૧૧૧ ફુટની ધજા અને અલખધણીના નેજાઓને કુમકુમ તિલક કરી કલેકટર દ્વારા પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું ત્યારે ખાદી કમિશનના ડાયેરકટર હેડાઉ,ખંદારા-શીવગંજ રાજસ્થાનના મહામંડેલેશ્વર પોમજી મહારાજ,દેવરાજધામના મહંત ધનેશ્વરગીરી મહારાજ, મહંત પુરૂષોત્તમદાસ મહારાજ, રીટા.ડીવાયએસપી અને કથાકાર રમેશભાઇ રાવળ સહિ‌તના સંતો,મહંતો અને અગ્રણીઓ જોડાયા હતા.