તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસાઃ પછાતવર્ગને નહીં સમાવાતા કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આખરે મોડાસા પાલિકાની સમિતિઓ રચાઇ
- ૨૦-કામદારો, મહેકમની ૧પ જગાઓ સહિ‌ત ૧૧ માસના કરાર ઉપર જગાઓ ભરવા ઠરાવો પસાર કરાયા
મોડાસા નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ સામાન્ય સભામાં આગામી એક વર્ષ માટેની કારોબારી સહિ‌ત જુદી જુદી ૧૬ કમિટિઓની બહુમતે રચના કરાતાં છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં પડેલ સમિતિની રચનાઓના પ્રશ્નનો અંત આવ્યો હતો. નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં પછાતવર્ગને યોગ્ય પ્રતિનિધીત્વ નહી અપાતા અને વિરોધપક્ષના સભ્યોનો સમાવેશ નહી કરાતા વિરોધપક્ષ કોગ્રેસના સભ્યોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ગત ૧૧ મી જાન્યુઆરીના રોજ મોડાસા નગરપાલિકાની વિવિધ સમિતિઓની મુદત પૂરી થયા બાદ સમિતિઓની રચનાનો મુદ્દો ચર્ચાએ ચડયો હતો.પાલિકા પ્રમુખ એસ.આર.પટેલના અધ્યક્ષ સ્થાને બુધવારે સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનાનો ઠરાવ બહુમતે પસાર કરાતાં આગામી એક વર્ષ માટે કારોબારી સહિ‌ત ટાઉનપ્લાનીગ, બાધકામ, સેનેટરી જેવી ૧૬ સમિતિઓની રચના કરાઇ હતી.
૩૬ સભ્યો ધરાવતી મોડાસા નગરપાલિકાની આ જનરલ સભામાં ૩૩ સભ્યો ની હાજરી વચ્ચે શાસક ભાજપ પક્ષે એજન્ડા ઉપર વિવિધ કામો બહુમતે મજૂર કર્યા હતા. જેમાં ૨૦ કામદારોની ભરતીનો મુદ્દો,મહેકમની ખાલી ૧પ જગાઓ અને મુદત પૂરી થતા ૧૧ માસની કરાર આધારીત જગાઓ ઉપર નિમૂણક માટે પસંદગી સમિતિને સત્તા સોંપાઇ હતી.
- કોગ્રેસના બે અને એક અપક્ષ સદસ્ય ગેરહાજર
૩૬ સભ્યો ધરાવતા મોડાસા નગર પાલિકા બોર્ડમાં ભાજપાના ૧૮,કોગ્રેસના ૧૭ અને એક અપક્ષ સભ્યનો સમાવેશ થાય છે.અપક્ષસભ્યે કોગ્રેસને ટેકો જાહેર કર્યો હોઇ હાલ ભાજપા-કોગ્રેસના સભ્યોની સંખ્યા એક સરખી છે. ત્યારે ભાજપાના મહીલા સદસ્યોના અસતોષ વચ્ચે કોગ્રેસના બે અને એક અપક્ષ સદસ્ય ગેરહાજર રહેતાં ડમેજ કન્ટ્રોલ કરવા દોડી આવેલ જિલ્લા મહામંત્રી ધીરેનભાઇ પ્રજાપતિએ રાહત અનુભવી હતી.
- સમિતિઓની રચનામાં અસંતોષ ઉડીને આંખે વળગ્યો
માંડે માંડે મોડાસા નગર પાલિકાની બહુચર્ચીત સમિતિઓની રચના દરમ્યાન સામાન્ય સભામાં ભાજપાની મહીલા સદસ્યોમાં ભારે અસંતોષ દેખાયો હતો. સભાની શરુઆત માં પાંચ મહીલા સદસ્યો હાજર ન રહેતા એક સમયે તો શાસક પક્ષમાં ચિન્તા પ્રસરી હતી.પરંતુ માંડે માંડે આવી પહોચેલા આ મહીલા સદસ્યોએ યોગ્ય સમિતિઓ નહી મળી હોવાથી તેમનો વિરોધ સુર પ્રમુખ સમક્ષ વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો