તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલપુર માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામ જાહેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- માત્ર એક સભ્યને બાદ કરતાં તમામ પરિણામો એક તરફી આવતાં મોટા ગજાના નેતાઓ ઘરભેગા થયા

ધી માલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી મંગળવારના રોજ માર્કેટયાર્ડ ખાતે રાખવામાં આવી હતી. જેની મતગણતરી બુધવારના રોજ થતાં સહકારી અગ્રણી જશુભાઈ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો.જેમાં મોટી સંખ્યામાં જુના જોગી એવા મોટા ગજાના નેતાઓને હારનો સ્વાદ ચાખવાની નોબત આવી હતી. પરિણામે તાલુકામાં ભારે સોંપો પડી ગયો હતો. જિલ્લા વેપારી મહામંડળના પ્રમુખ રાજુભાઈ મહેતા સતત ૧૦ મી ટર્મ પર ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા વેપારીઓમાં આનંદ વ્યાપ્યો હતો. માલપુર માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી ભારે રસાકસી ભરી રીતે પૂર્ણ થઈ હતી. જેની મતગણતરી બુધવારના રોજ સવારે ૯ કલાકે એપીએમસીની ઓફિસ ખાતે રાખવામાં આવતાં માર્કેટયાર્ડ ખાતે વહેલી સવારથી ઉમેદવારો તથા ટેકેદારોના ટોળા ઉમટી પડ્યા હતા.

- વેપારી વિભાગ મત

રાજેન્દ્રકુમાર નટવરલાલ મહેતાઃ ૨૨૯
કાન્તીભાઈ નાથાભાઈ ખાંટઃ ૨૦૧
ભરતકુમાર ચંદુલાલ મહેતાઃ ૧૭પ
ધર્મેશકુમાર રસિકલાલ કોઠારીઃ ૧૭૨

- વિજેતા ઉમેદવારો

જસુભાઈ શીવાભાઈ પટેલઃ ૨૬૯
જયમલસિંહ લાખાજી ખાંટઃ ૨૩૭
દલસુખભાઈ જેલાભાઈ પટેલઃ ૨૩પ
હરેશભાઈ ડાહ્યાભાઈ પટેલઃ ૨૨૧
અશ્વિનભાઈ જેઠાભાઈ પટેલઃ ૨૧૯
ભાથીભાઈ સરદારજી ખાંટઃ ૨૧૦
રમેશભાઈ કોદરભાઈ પટેલઃ ૧૯૬
અંબાલાલ જીવરાજભાઈ પટેલઃ ૧૯૨

સાંકળાજી મોતીજીઃ ખાંટ