તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્નીને લેવા ગયેલા યુવાનની લાશ મળતાં ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજસ્થાની યુવકનું વલસાડી નજીક રહસ્યમય હાલતામાં લાશ મળી હતી ચડોતરાની આશંકાએ પરિવારે ઘર છોડી દીધું પોશીના પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો

રાજસ્થાનના કોરીયા ગામનો યુવક ખેડબ્રહ્મા તાલુકાના પોશીના નજીકના વલસાડી ગામમાં પત્નીને લેવા માટે ગયો હતો, સસરાના ઘરે જતા પહેલા સોમવારે રાત્રે તેનું રહ્સ્યમય મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગે પોશીના પોલીસે મંગળવારે ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.બીજી બાજુ ચડોતરાની આશંકાને પગલે કેટલાક લોકોએ ઘર છોડી જતા રહ્યા હતા.

પોશીના નજીકના વલસાડી ગામના હાંબરવા ફળીમાં રહેતા લાડુભાઇ ધીરાભાઇ બુબડિયાની બહેનનું લગ્ન રાજ.ના કોરીયા ગામના મણાભાઇ ધનાભાઇ ખેર (ઉ.વ.૪પ) સાથે સમાજના રીત-રિવાજ મુજબ કરાયું હતું. દરમિયાન તેમની પત્ની પિયર વલસાડી પિતાને ત્યાં કેટલાક દિવસથી આવી હતી. જેથી સોમવારે પત્નીને લેવા માટે સસરાને ઘેર જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ સસરાના ઘરે પહોંચ્યા પહેલા જ હાંબરવા ફળીની સીમના આંબાના ઝાડ નીચે રહ્સ્યમય રીતે મોત નિપજયુ હતું.ત્યારબાદ મૃતકના સાળા લાડુભાઇ બુબડિયા મંગળવારે વહેલી સવારે સીમમાં કુદરતી હાજતે જતા આંબાના ઝાડ નીચે અજાણ્યા યુવકની લાશ જોતા તેની તપાસ કરતા મણાભાઇ ખેરની લાશ હોવાનું જણાયું હતું.

આ અંગે મૃતકના સાળા લાડુભાઇએ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પી.એસ.આઇ. એસ.એન.રોહિ‌તે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન મૃતકના પરિવારના મોત અંગે જાણ કરતા ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા હતા. જોકે ચડોતરાની આશંકાથી મૃતકના પરિવારજનો વલસાડી ગામે ચડોતરૂ કરવાની શકયતા જોતા હાંબરવા ફળીના લોકો ઘરો ખાલી કરી સલામત સ્થળે પહોંચી જતા રહ્યા હતા. રાજસ્થાનના કોરીયા ગામના લોકો વલસાડીમાં ચડોતરૂ થવાની સંભાવના હોવાથી પોલીસે સખત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બંને પક્ષના સમાજના પંચો દ્વારા વાટાઘાટો શરૂ કરવામાં આવી હતી.