‘કાર્યકરો એક સંપ થઇ લોકસભાની ચૂંટણીના કામે લાગી જાય’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હિંમતનગર ખાતે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું
હિંમતનગર ખાતે સોમવારે જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા સ્નેહમિલનમાં પક્ષના અગ્રણીઓએ કાર્યકરોને એક સંપ થઇ લોકસભાની ચૂંટણીના કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પ્રભારી અને રાજય સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કાર્યરોને જણાવ્યુ હતું કે વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે તેના માટે કાર્યકરોએ મતદારોનો લોક સંપર્ક કરી તેમને પક્ષની વિચારધારામાં જોડી દેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહરાજય મંત્રી પ્રફુલ પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપી પક્ષના હિ‌તમાં કામગીરી કરવા તમામ મતભેદોને બાજુએ મૂકી દેવા જણાવ્યુ હતું.
જિલ્લા ભાજપના પ્રમુખ પી.સી.પટેલે લોકસભાની ચૂંટણી અગાઉ કાર્યકરોને આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમો અંગે સમજ આપી હતી. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના ભાજપ પ્રમુખ ભરતસિંહ રહેવર, ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ પ્રમુખ જે.ડી.પટેલ, લાલસિંહજી ચૌહાણ, જેઠાભાઇ પટેલ, કૌશલ્યાકુંવરબા, શંકરભાઇ કહાર, વિષ્ણુકુંવરબા, હિ‌રેન ગોર, ગુણવંત ત્રિવેદી, રણવીરસિંહ ડાભી સહિ‌ત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.