શાકભાજી માર્કેટમાં રીંગણના ભાવમાં કડાકો થતાં ખેડૂતો ચિંતિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-શાકભાજી માર્કેટમાં રીંગણના ભાવમાં કડાકો થતાં ખેડૂતો ચિંતિત
-ખેડૂતોને મણના માત્ર પ૦ થી ૧૦૦ નો ભાવ મળતાં નીરાશા વ્યાપી
-માલના ભરાવાથી ભાવ ઘટતા રવૈયા રઝળતા થયા
દિવાળી તહેવાર પૂર્વે મણના પ૦૦ થી ૬૦૦ ના ભાવે વેચાતા રીગણના માલનો શાકમાર્કેટમાં ભરાવો થતા અને ખરીદીનું પ્રમાણ ઘટતાં ભાવ તળીયે પહોચ્યા હતા અને રીંગણ વેચવા આવેલા ખેડૂતોને નીરાશ થવાનો વારો આવ્યો હતો.
નવા વર્ષના પ્રથમ અઠવાડિયે મોડાસાની શાકમાર્કેટમાં રીગણ વેચવા આવેલા ખેડૂતોને મણના માત્ર પ૦ થી ૧૦૦ નો ભાવ પડતા દૂર દૂરથી રીગણ વેચવા આવેલા ખેડૂતોને રીંગણ સસ્તામાં વેચવાનો વારો આવ્યો હતો. જ્યારે અતિશય માલ ના ભરાવાથી માર્કેટમાં મોટી માત્રામાં રીગણ રઝળતા થયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમા આવેલ શાકભાજી માર્કેટમાં પંથકમાંથી શાકભાજી વેચવા આવતા ખેડૂતોના રવૈયા ખરીદવા કોઇ વેપારી તૈયાર જ નહી થતાં ખેડૂતોને મફતના ભાવમાં માલ વેચવાની કે છોડીને જવાની નોબત આવી હતી. દિવાળી પૂર્વે ૨૦ કિલોના પ૦૦ થી ૬૦૦ ના ભાવે વેચાતા રવૈયા હાલ કોઇ ખરીદનાર જ ન હોઇ રીગંણ પકવતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો.
મોડાસાના શાકભાજીના હોલસેલ વેપારી પિયુષભાઇ પટેલના જણાવ્યા મુજબ માર્કેટમાં રીગણના માલમાં ચારેતરફથી આવક થતાં માલનો ખૂબ જ ભરાવો થતા આ સ્થિતિ સર્જા‍ઇ હતી પરંતું હવે રજાઓ પૂરી થતાં અને બજારો પુન:ધમધમતા થતા ખરીદી વધશે અને રીગંણના ભાવની સ્થિતિ સુધરશે .
ખેતીમાં અને ભાવમાં નુકશાનથી ખેડૂતની દશા બેઠી
મોડાસા તાલુકાના ડુઘરવાડા ગામનો ખેડૂત મીતેશભાઇના જણાવ્યા મુજબ પાછોતરા વરસાદ થી શાકભાજીના પાકમાં જીવજતું અને ઇયળના ઉપદ્રવ થી પાકને નુકશાન પહોચ્યું હતું હવે જે માલ બચ્યો તે બજારમાં મૂકતા ભાવ તળીયે જતા બે બાજું થી નુકશાની વેઠવાનો વારો આવતાં ખેડૂતોની દશા બગડી હતી.
ટામેટાના ભાવમાં ભડકો
જ્યારે હાલ બજારમાં ટામેટાના ભાવ ચોધાર આસુંએ રડાવતી ડુંગળી કરતા પણ ઉચી સપાટીએ પહોચ્યા છે.વેપારી અલ્તાફભાઇના જણાવ્યા મુજબ છુટક બજારમાં ટામેટા ૭૦ થી ૮૦ રૂપિયે કીલો ના ભાવે જ્યારે ડુંગળી ૬૦ થી ૭૦ રૂપિયાના ભાવે વેચાણમાં છે.