Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Khedbrahma grew venue for watching Amba mata

ખેડબ્રહ્મામાં મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઊમટ્યો

Divyabhaskar.com | Updated - Apr 05, 2015, 02:54 AM

નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મામાં ચૈત્રી પૂનમે મા અંબાનું ધામ શ્રધ્ધાળુઓથી ઊભરાયું

  • Khedbrahma grew venue for watching Amba  mata
    - ગ્રહણને કારણે વહેલી સવારથી જ ભારે ભીડ

    ખેડબ્રહ્મા : નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મામાં ચૈત્રી પૂનમે શનિવારે મા અંબાનું ધામ શ્રધ્ધાળુઓથી ઊભરાયું હતું. ભક્તોએ માના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.

    શનિવારે વહેલી સવારથી જ પવિત્ર ચૈત્રી પૂનમના દિવસે માતાજીના દર્શન તથા શ્રીફળ, કંકુ, ચુંદડી, પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવતા માઇભક્તોની લાંબી કતારો તથા ભીડ મોડે સુધી હતી. ગ્રહણ હોવા છતાં પણ ભક્તો પગપાળા સંઘોનો આ વર્ષે પણ ધસારો રહ્યો હતો. અમદાવાદ, વડોદરા તરફથી આવતા સંઘો બેન્ડવાજા સાથે અંબાના ચાચરચોકમાં ગરબે ઘૂમ્યા હતા. મા ભગવતીના દર્શન કરવા તથા મેળો મહાલવા આવતા યાત્રિકોની ભીડ જામી હતી.
    અમદાવાદના રખિયાલથી આવતા ચૈત્રી વાર્ષિક સંઘમાં 200 જેટલા શ્રધ્ધાળુઓ ચાલીસ વર્ષથી ખેડબ્રહ્મા મંદિરે દર્શન કરવા આવે છે. આ વર્ષે આ સંઘે 52 ગજની ધજા માતાજીને ચઢાવી હતી. પૂનમના દિવસે ગ્રહણના કારણે મંદિરના દ્વાર અગિયાર વાગ્યે બંધ કરી રાત્રે નવ વાગે પ્રક્ષાલન વિધિ કરી ખોલવામાં આવ્યા હતા. રાત્રે મંદિર પટાંગણમાં ભવાઇ યોજાઇ હતી. અંબિકા માતાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજર ઘનશ્યામસિંહ રહેવર તથા સ્ટાફ દ્વારા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરી હતી. તેમજ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending