તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ-હત્યાના વિરોધમાં ખેડબ્રહ્મા સજ્જડ બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુવાનના અપહરણ બાદ તેની લાશ વડાલી નજીકથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવતાં વેપારી મંડળે બંધનું એલાન આપ્યું હતું
- પી.એસ.આઇ.ની કામગીરીથી અસંતુષ્ટ લોકોએ ડીવાયએસપીને રજૂઆત કરી


ખેડબ્રહ્મામાં સોમવારે યુવાનના અપહરણ બાદ વડાલી નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવતાં હત્યાના વિરોધમાં મંગળવારે વેપારી મહામંડળે આપેલ ખેડબ્રહ્મા બંધના એલાનને વેપારીઓએ સહયોગ આપી બજાર જડબેસલાક બંધ રાખ્યા હતા.દરમિયાન રાજસ્થાની પ્રજાપત સમાજે ઇડર ડી.વાય.એસ.પી. સમક્ષ યુવતી ભગાડી જવાની ફરિયાદમાં વિલંબ તેમજ અપહ્યુત યુવાનની શોધમાં પી.એસ.આઇ.ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ખેડબ્રહ્માના પ્રજાપત બકસારામ સગરામભાઇનું રવિવારે અપહરણ કર્યા બાદ સોમવારે તેની લાશ વડાલી તાલુકાના વાડોઠ પાટિયા નજીકથી મળી આવી હતી. ત્યારબાદ મૃતકની હત્યા કરનારાઓને પોલીસ તંત્ર સત્વરે જબ્બે કરી સખ્ત કાર્યવાહી કરે તે માટે ખેડબ્રહ્મા વેપારી મહામંડળ દ્વારા મંગળવારે બંધનું એલાન અપાયુ હતું.જેના ભાગરૂપે બજાર સદંતર બંધ રહ્યા હતા. બકસારામની હત્યા પછી ઇડરના ડી.વાય.એસ.પી. એ.ડી.ચૌધરીએ ખેડબ્રહ્મા આવી પ્રજાપત સમાજની રજૂઆત સાંભળી હતી. જેમાં પ્રજાપત સમાજે પી.એસ.આઇ. વિરલ પટેલની કાર્યવાહી સામે શંકા વ્યકત કરી આક્રોશ ઠાલવ્યો હતો.

સમાજના અગ્રણીઓ ગુદડજી પ્રજાપત તારાચંદ પ્રજાપત, ચંપકલાલ પ્રજાપત, ઓગડજી પ્રજાપત સહિ‌ત અન્ય અગ્રણીઓએ રજૂઆત કરતા જણાવ્યુ હતું કે નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સ્ત્રીઓ ઉપર લાઠીચાર્જ કર્યા પછી ટોળામાં ભળી ગયેલ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.