યાત્રાધામ શામળાજીમાં કાર્તકી અગીયારસનો મેળો ભરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શામળાજીમાં મેળા નિમિત્તે કરામ્બુજતળાવ ખાતે પ્રાગટ્ય સ્થાનનો તંત્ર દ્વારા જીર્ણોધ્ધાર કરાયો છે. )

-ભગવાનની પાલખી નીકળી પ્રાગટ્ય સ્થાન કરામ્બુજ તળાવે જશે

શામળાજી: યાત્રાધામ શામળાજી ખાતે કારતક મહિનાની વદ અગિયારશે ભરાતો એવો શામળાજીનો મેળો મંગળવારે ભરાશે .આ મેળામાં શામળાજી આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટશે અને કાળિયાઠાકોરના દર્શનની સાથે કાર્તકી મેળાના અંતિમ ત્રીજા દિવસની મજા માણશે. યાત્રાધામ શામળાજી ખાતે ભરાતા કાર્તકી મેળાનો ત્રીજો અને અંતિમ દિવસ કારતક વદ અગિયારશનો મેળો આગામી મંગળવારે ભરાશે.

આ મેળામાં શામળાજી આસપાસના ગામો માંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટશે અને ભગવાન શામળાજીના દર્શન કરવાની સાથે મેળાની મજા માણશે.આ પ્રસંગે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બપોરના સમયે ભગવાન શામળિયાની ભવ્ય પાલખી યાત્રા કઢાશે. જે ભગવાનના પ્રાગટ્ય સ્થાન કરામ્બુજ તળાવે જશે અને પૂજા વિધિ બાદ પરત મંદિરે ફરશે.આ ઉપરાંત આદિવાસી સમાજના ભક્તો દ્વારા પણ બપોરના સમયે વિશ્રામ ઘાટથી અન્ય એક પાલખી યાત્રા નીકળશે જે રણછોડજી મંદિરે જઈ પરત ફરશે.
ત્યારે આ બંને યાત્રા ઓમાં હજારો ભક્તો જોડાતાં હૈયે હૈયું દબાય તેટલી ભીડ જામશે અને શામળીયાના ભજનો ગવાશે. આ માટે વહીવટી તંત્ર દ્રારા કડક સલામતી વ્યવસ્થા ગોઠવામાં આવી છે.
મેળામાં કાર્તકી અગિયારશના દિવસે શામળાજી મંદિરના દર્શન નો સમયની ફેર પાર કરાયો હોવાનું મંદિર ટ્રસ્ટે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. જે સમય અહીં દર્શાવાયો છે.

અગિયારસે દર્શનનો સમય
મંદિર ખુલશે સવારે 6.00 કલાકે
મંગળા આરતી સવારે 6.45 કલાકે
શણગાર આરતી સવારે 9.15 કલાકે
રાજભોગ થાળ ધરાશે (મંદિર બંધ)11.30 કલાકે
રાજભોગ આરતી બપોરે 12.15 કલાકે
ભગવાન પોઢી જશે (મંદિર બંધ)બપોરે 12.30કલાકે
ઉત્થાપન (મંદિર ખુલશે )બપોરે 2.15 કલાકે
ભગવાનની પાલખી યાત્રા બપોરે 2.30વાગ્યા થી 5.00કલાક સુધી
સંધ્યા આરતી સાંજે 6.15 કલાકે
શયન આરતી રાત્રે 8.15 કલાકે
મંદિર મંગલ (બંધ) રાત્રે 8.30 કલાકે