અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન
-આજનો ભવ્ય સમારોહ લોકસભાની ચૂંટણીના શ્રીગણેશ જ ગણાય
મોડાસામાં ભારતીય જનતા પક્ષના જિલ્લા કાર્યાલયના શુભારંભ પ્રસંગે કડવા પાટીદાર ર્બોડીગમાં યોજાયેલ ભવ્ય ઉદ્ઘાટન સમારોહને લોકસભાની ચૂટણીના શ્રી ગણેશ સાથે પ્રદેશ ભાજપાના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ સરખાવ્યો હતો.
જિલ્લા ભાજપા પ્રમુખ ભરતસિંહ રહેવરના અધ્યક્ષ સ્થાને સમારોહનો પ્રારંભ દિપ પ્રગટાવી કરાયો ત્યારે આ પ્રસંગે પ્રદેશ ભાજપાના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, જિલ્લા સંગઠન પ્રભારી અશોકભાઇ ભાવસાર, સાંસદ ર્ડા.મહેન્દ્રસિંહ ચૌહાણ,સાબરકાંઠા જિલ્લા ભાજપાના પ્રમુખ પૃથ્વીરાજભાઇ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતાબેન પટેલ સહિ‌તના અગ્રણીઓ, તાલુકા મંડળના હોદ્દેદારો અને સાબરકાંઠા જિલ્લા ભાજપાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપાના પ્રમુખની ચેમ્બરનું રીબીન કાપી પ્રદેશ મહામંત્રીએ વિધિવત ઉદ્ઘાટન કર્યુ હતું.
જિલ્લા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ૧૦૦ થી વધુ અગ્રણીઓ ભાજપામાં જોડાયા
આ પ્રસંગે મોડાસા જમીન વિકાસ બેન્કના પૂર્વ ચેરમેન અને સાર્વજનીક હોસ્પીટલના ટ્રસ્ટી પુનમભાઇ પટેલ (સાયરા) સહકારી જીનના ચેરમેન રમણભાઇ પટેલ (સાયરા) અગ્રણી પિયુષભાઇ પટેલ(પહાડપુર) સહિ‌ત પંથકના બક્ષીપંચ સમાજ, દલીત સમાજ અને વનવાસી સમાજના ૧૦૦ થી વધુ અગ્રણીઓ ભાજપામાં જોડાયા હતા.