• Gujarati News
  • Illegal Tree Removal In Government Land In Khedbramha

ઉંચીધનાલ ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે વૃક્ષ છેદન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પંચાયતના નાક નીચે પાંચ બાવળનું છેદન થતાં વહીવટકર્તા શંકાના દાયરામાં
- પૂર્વ સરપંચે પ્રાંત અધિકારી, મામલતદાર તથા આર.એફ.ઓ. ને લેખિત રજુઆત કરી
ખેડબ્રહ્મા તાલુકાના ઉંચીધનાલ ગામમાં આવેલ સરકારી જમીનમાંના લીલાછમ પાંચ બાવળનું છેદન કરી દેવાતા આ અંગે કાર્યવાહી કરવા પૂર્વ સરપંચે સક્ષમ અધિકારીઓને લેખિતમાં રજુઆત કરતા ગામમાં હોબાળો મચી ગયો છે. આ અંગેની વિગત એવી છે કે ઉંચીધનાલ ગામના તળાવની પાસે આવેલી સરકારી ખુલ્લી જમીનમાં સ્મશાન-વોટરવર્કસનો કૂવો તથા દેશી બાવળ, લીમડા અન્ય વૃક્ષો ઊગેલા હતા. આ વર્ષો પુરાણા વૃક્ષો પૈકી પાંચ બાવળનું તાજેતરમાં છેદન કરી દેવામાં આવતા ગામમાં હોબાળો મચી જવા પામ્યો છે.
પૂર્વ સરપંચ ડાહ્યાભાઇ માધુભાઇ પટેલે પ્રાંત અધિકારી મામલતદાર તથા આર.એફ.ઓ. ને કાયદેસર કાર્યવાહી કરવા લેખિતમાં રજુઆત કરાઇ છે. લીલા વૃક્ષો કાપવાનો પ્રતિબંધ હોવા છતાં પંચાયતના ઠરાવ, જરૂરી મંજુરી તથા હરાજી વગર પાંચ બાવળ કાપી નાખવામાં સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા સદસ્યોની મીલીભગત હોવાનો પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો છે.
આ અંગે પંચાયતના ડે.સરપંચ કેતનભાઇ પટેલે જણાવ્યુ હતું કે સ્મશાનમાં ડાઘુઓ માટે બેસવાની જગ્યા ન હોવાથી ગામના જાહેરાત કરવામાં આવતા ગામ લોકોએ જગ્યાની સફાઇ કરી કેટલાક દેશી બાવળનું છેદન કરી દીધુ છે. આમાં પંચાયતની કોઇ ભૂમિકા નથી. આ અંગે મામલતદાર એચ.એન.મોદીએ જણાવ્યુ હતું કે વૃક્ષ છેદનની અરજી અંગે સર્કલ ઇન્સપેકટર દ્વારા પંચનામુ કરાવી વૃક્ષ છેદનધારા હેઠળ કાર્યવાહી ચલાવવામાં આવશે.