• Gujarati News
  • Groundnut Cultivation In 9700 Hactor In Arvlli District

અરવલ્લી જિલ્લામાં ૯૭૦૦ હેકટરમાં મગફળીનું વાવેતર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અરવલ્લી જિલ્લામાં ૧૩પ૦૦ હેકટરમાં ઊનાળુ વાવેતર કરાયું : તેલીબીયાં પાક મગફળીનું મોડાસા પંથકમાં નોંધપાત્ર વાવેતર
- ગત વર્ષોમાં સારા ભાવ મળતાં ખેડૂતો મગફળીની ખેતી તરફ વળ્યા


ચાલુ વર્ષે સરેરાશ સારા કરતાં વધુ વરસાદ છતાં ગત વર્ષો કરતાં ઉનાળુ વાવેતર ઘટયુ હોવાના આંકડાઓ વચ્ચે મોડાસા પંથકમાં મગફળીના વાવેતરનો વ્યાપ સમગ્ર જીલ્લાની સરખામણીએ વધ્યુ હોવાનું નોંધાયું હતું. અરવલ્લી જીલ્લામાં ચાલુ વર્ષે ૧૩પ૦૦ હેકટરથી વધુ જમીનમાં ઉનાળુ વાવેતર કરાયું છે. જેમાં મોડાસા પંથકના ખેડૂતો દ્વારા તેલીબીયાં પાક મગફળીનું વાવેતર ૮૭પ હેકટર કરી સમગ્ર જીલ્લામાં સૌથી વધુ વાવેતર કરાયું હતું.જયારે જીલ્લાના બાયડ પંથકના ખેડૂતોએ બાજરી,મેઘરજ પંથકમાં મકાઇ,ભિલોડા પંથકમાં મગના વાવેતર ઉપર પંસદગી ઉતારાઇ હતી.

મોડાસા ખાતેની મદદનીશ ખેતીવાડી કચેરીના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ચાલુ વર્ષે ઉનાળુ સીઝનમાં મોડાસા પંથકમાં ખેડૂતોએ સૌથી વધુ ૮૭પ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર કરી જીલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર કરનાર તાલુકા તરીકે સ્થાન મેળવ્યુ છે. જયારે તાલુકામાં અન્ય પાકોના વાવેતરના પ્રાપ્ત આંકડાઓ મુજબ બાજરી-૨૭પ હેકટર, મગ-પ૦૦ હેકટર, તલ-૧પ હેકટર, ગવાર-૨૨પ હેકટર, શાકભાજી-૮પ હેકટર, મકાઇ-૨૦૦ હેકટર, ઘાસચારો-૬પ૦ હેકટર અને ૨૮ હેકટર જમીનમાં અન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. અરવલ્લી જીલ્લાની અંદાજે ૨,૦૩૦પ૦ એકટર ઉપજાઉં જમીન પૈકી ૧૩પ૨પ હેકટર જમીનમાં ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું. જેમાં ૯૭૭૦ હેકટર જમીનમાં માત્ર મગફળી વાવી ખેડૂતો વધુ ઉત્પાદન અને વધુ આવકની આશ લગાવી બેઠા છે.

- બાજરીનું સૌથી ઓછુ વાવેતર મેઘરજ તાલુકામાં થયું

ચાલુ વર્ષે ઉનાળુ વાવેતરમાં સૌથી વધુ ૨પ૦૦ હેકટરમાં વાવેતર બાયડ તાલુકામાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. જયારે બાજરીનું સૌથી ઓછું વાવેતર મેઘરજ તાલુકામાં માત્ર ૬૦ હેકટર જમીનમાં કરાયું છે. જયારે જીલ્લાની ૧૩પ૨પ હેકટર જમીનના કુલ વાવેતર સામે મોડાસા તાલુકામાં ૨૮પ૩ હેકટર જમીનમાં ઉનાળુ વાવેતર કરાયું છે.

- છેલ્લા વર્ષોમાં સારા ભાવો મળતાં ખેડૂતો મગફળી તરફ વળ્યા

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી પ્રકાશભાઇ સોનીના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષોથી ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતાં ઉનાળુ મગફળીનું ઉત્પાદન વધુ મળતાં ખેડૂતો ચાલુ વર્ષે મગફળીના વાવેતર તરફ વળયા છે.

- ઉનાળુ મગફળીના મીઠા દાણાની માંગ વધુ

સરકારની નિકાસ નિતીમાં કરાયેલા ફેરફારો બાદ નિકાસ ઘટી છે પરંતુ કિસાનસંઘના પ્રમુખ અને અગ્રણી ખેડૂત જગદીશભાઇ પટેલ(મેઢાસણ) ના જણાવ્યા મુજબ પંથકમાં પેદા કરાતી ઉનાળુ મગફળીનો દાણો ખાવામાં મીઠો હોય છે. જેથી સૌરાષ્ટ્રમાં તેની માંગ વધુ હોય છે. ચાલુ વર્ષે વાવેતર વધ્યું છે. પરંતુ જો ખેતરોમાં ભૂંડ અને નીલગાયોનો ત્રાસ ઓછો થશે તો ચોક્કસ ખેડૂત વધુ મગફળી પેદા કરી શકશે.

- માજુમ-મેશ્વો વચ્ચે તેલીબીયાં પાકનું વાવેતર વધ્યું

મેશ્વો ને માજુમ નદીઓના વચ્ચેના હરયો ભરયો પ્રદેશમાં ખેડૂતો તેલીબીયાં પાકની પસંદગી કરતા થયા છે. કપાસના વાવેતર બાદ બીજી સીઝનમાં વાવેતર કરવા મોડાસા પંથકની જમીનમાં વધુ અનુકૂળ રહે છે. આથી ચાલુ વર્ષે મગફળીનું વાવેતર વધુ થયું હોવાનો અંદાજ મૂકાઇ રહયો છે.