• Gujarati News
  • Given Representation To The Headquarters Of The Aravalli Khedabrahma

ખેડબ્રહ્માને અરવલ્લીનું વડા મથક બનાવવા આવેદનપત્ર અપાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્ય મંત્રી દ્વારા સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવીન અરવલ્લી જિલ્લો બનાવવાની જાહેરાત કરાઇ હતી. ત્યારબાદ થોડા સમય અગાઉ સાબરકાંઠામાંથી કેટલાક તાલુકાઓનું વિભાજન કરી નવો અરવલ્લી જિલ્લો બનાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં અરવલ્લીનું વડુ મથક નકકી કરવા અનેક તાલુકાઓમાં ખેંચતાણ શરૂ થઇ છે. દરમિયાન શનિવારે અરવલ્લીનું વડુ મથક ખેડબ્રહ્મા ખાતે રાખવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

અરવલ્લી જિલ્લામાં સંભવિત રીતે પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, ઇડર અને ભિલોડા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પણ સમાંયતરે દરેક તાલુકામાંથી વડા મથક માટે અલગ અલગ સૂર ઊભા થયા છે.

દરમિયાન અરવલ્લીનું વડુ મથક ખેડબ્રહ્માને બનાવવા માટે શનિવારે શહેર કોંગ્રેસ અને નગરપાલિકાના ચૂંટાયેલ કોંગ્રેસના સદસ્યો દ્વારા પ્રાંત અધિકારી આર.આર.ઠક્કરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જે પ્રસંગે પ્રવિણસિંહ સોલંકી, સાગર પટેલ, અમિત શર્મા સહિ‌ત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લીનું વડુ મથક ખેડબ્રહ્માને બનાવવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુ હતું. તસ્વીર : અમૃત સુથાર