સાબરકાંઠા: અગલે વરસ તુ જલદી આના સાથે ગણેશ વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - ગણેશ વિસર્જન)

-સાબરકાંઠા-અરવલ્લીમાં દશ દિવસ ગણેશજીની મુર્તિ‌નું સ્થાપન કરી પુજા-અચર્ના બાદ સોમવારે વિદાય અપાઇ

હિંમતનગર :સાબરકાંઠા જિલ્લાના વિવિધ સ્થળે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ મહોત્સવની ઉજવણી અંતર્ગત મૂર્તિ‌ સ્થાપન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ દસ દિવસ સુધી દુંદાળા દેવ ગણેશની સોમવારે વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. જે અંતર્ગત હિંમતનગર, પ્રાંતિજ, ભિલોડા, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા સહિ‌તના અન્ય સ્થળે ગણેશ ભકતો દ્વારા વાજતે ગાજતે વિસર્જનયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

હિંમતનગરમાં ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશ મહોત્સવની સોમવારે પૂર્ણાહૂતિ થઇ હતી. જે અંતર્ગત વિવિધ સ્થળેથી ગણેશ ભકતો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જ અંતર્ગત પોલોગ્રાઉન્ડના અલકાપુરી ગણેશ યુવક મંડળના પ્રેમજીભાઇ પટેલ, કલ્પિતભાઇ દવે, પંકજભાઇ બલદાનીયા, પ્રણવ સોની સહિ‌ત યુવાનોએ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. તેજ પ્રમાણે શકિતનગર યુવક મંડળના હિ‌રેન ગોર, નટુભાઇ ઓઝા, પેન્ટર ગોવિંદા, મહેશભાઇ કહાર તથા અન્ય યુવાનોની ઉપસ્થિતિમાં કાઢવામાં આવેલી વિસર્જનયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને હાથમતી નદીના કિનારે પહોચી હતી. જયાં ગણપતિ બાપાના મોરીયાના નાદ સાથે મૂર્તિ‌ વિસર્જન કરવામાં આવ્યુ હતું. તેજ પ્રમાણે બેરણા રોડ પર આવેલ ઓમકાર ફલેટ, યશસ્વી બંગ્લોઝના રહીશો દ્વારા વિસર્જનયાત્રા કાઢવામાં આવી હતી. તેજ પ્રમાણે છાપરીયા વિસ્તારમાં આવેલ વિનાયકનગર યુવક મંડળ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. ઉપરાંત મોતીપુરામાં આવેલ શિવમ સોસાયટીના રહીશો દ્વારા વિસર્જનયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બડોલી : ઇડર તાલુકાના બડોલી પંથકમાં આવેલ રેવાસ, કાનપુર, ગોરલ, ભાણપુર, વડીયાવીર અને ગાંઠિયોલ સહિ‌તના સ્થળે સોમવારે વિસર્જનયાત્રા યોજાઇ હતી. બડોલી ગામે યોજાયેલ વિસર્જનયાત્રામાં કેતનભાઇ પ્રજાપતિ, ગિરીશભાઇ સુથાર, હસમુખગીરી ગોસ્વામી સહિ‌તના યુવાનો તથા ગ્રામજનોએ ભાગ લીધો હતો. કાનપુર ગામે પણ દલજીભાઇ પટેલ, જશુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પંચાલ સહિ‌ત ગામના યુવાનો દ્વારા વિસર્જનયાત્રા યોજાઇ હતી.
આગળ વાંચો વધુ વિગત