મુખ્યમંત્રી પછી પ્રથમ તો હું ખેડૂતપુત્રી છું : આનંદીબેન પટેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સભાને સંબોધી રહેલા મુખ્યમંત્રી)
- મુખ્યમંત્રી પછી પ્રથમ તો હું ખેડૂતપુત્રી છું : આનંદીબેન પટેલ
- સાબરડેરીના સુવર્ણ જયંતિ સમારોહમાં મહિ‌લા પશુપાલક શકિતનું સન્માન કરાયું : સહકારી સંસ્થાઓ શૌચાલયના નિર્માણ માટે સામાજિક દાયિત્વ નિભાવે


હિંમતનગર : ગુજરાતના મુખ્ય મંત્રી પછી પ્રથમ તો હું એક ખેડૂતપુત્રી છું એમ શુક્રવારે સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન સાબરડેરીની સ્થાપનાને પ૦ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા સ્વર્ણિમ જયંતિ સમારોહમાં બોલતા મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યુ હતું. તેણીએ સહકારી સંસ્થાઓને સહકારી ક્ષેત્રે દરેક ઘરમાં શૌચાલયના નિર્માણ માટે સામાજિક દાયિત્વ નિભાવવા માટે સહકારી અગ્રણીઓને માર્મિ‌ક ટકોર કરી હતી. આ પ્રસંગે મહિ‌લા પશુપાલક શકિતનું પણ વિશષ્ટિ સન્માન કરવામાં આવ્યુ હતું.

મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે વધુમાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિ‌લા સશકિતકરણ અંતર્ગત અનેક યોજનાઓ અમલી બનાવી રહ્યા છે ત્યારે ગુજરાત એક મોડલના રૂપે ઉભરી આવ્યુ છે. ગુજરાતની મહિ‌લાઓ આજે પુરૂષ સમોવડી બનીને સમાજમાં સ્વમાનભેર જીવી રહી છે. કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યુ હતું કે સમુહ લગ્નના આયોજક દ્વારા નવયુગલના ઘરે દહેજ કે અન્ય ચીજવસ્તુઓને બદલે શૌચાલયની ભેટ આપે તે સમયની માંગ છે. ઉપરાંત ૧૦ થી વધુ દૂધાળા પશુ ધરાવતી મહિ‌લાઓને રાજય સરકાર દ્વારા મિલ્કીંગ મશીનની યોજના અંગે જાણકારી આપી હતી.
વાંચો આગળ, આદિજાતીનાંબાળખો માટે જેઠાભાઇએ 29 લાખનો ખર્ચ કરવાની હૈયાધારણા આપી ....