હિંમતનગરઃ ગુજરાતીનું પેપર સરળ, ભૌતિકશાસ્ત્રનું અઘરુ લાગ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ :પ્રથમ દિવસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક પણ કોપી કેસ ન નોંધાયો
- સીસી ટી.વી. કેમેરા અને વેબકાસ્ટીંગથી વાલીઓમાં કચવાટ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારથી ધોરણ-૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમિસ્ટરની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. ધોરણ-૧૦માં ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર ખૂબ જ સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા તો બીજી તરફ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમિસ્ટરમાં ભૌતિકશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર લાંબુ અને અઘરૂ નીકળતા હોશિયાર વિદ્યાર્થીઓને પણ પરસેવો છુટી ગયો હતો. સીસી ટી.વી. કેમેરા અને વેબકાસ્ટીંગની વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ દ્વિધામાં મુકાઇ ગયા હતા. પરીક્ષા દરમિયાન સ્કવોર્ડની ૧પ ટીમો કાર્યરત હોવા છતાં એક પણ કોપી કેસ નોંધાયો ન હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી વી.એમ.ચૌધરીના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે ધોરણ-૧૦માં કુલ ૩૭૪૦૬ વિદ્યાર્થીઓમાંથી ૩૬૭૨૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે ૬૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જયારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત અને નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા યોજાઇ હતી. સહકાર પંચાયત વિષયની પરીક્ષામાં કુલ ૭૭ વિદ્યાર્થીઓમાંથી ૭પ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે બે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જયારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વની પરીક્ષામાં કુલ ૪૦૩૩ વિદ્યાર્થીઓમાંથી ૧૪ ગેરહાજર રહ્યા હતા. જયારે ૪૦૧૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ચોથા સેમિસ્ટરમાં ભૌતિક વિષયની પરીક્ષામાં કુલ પ૪૯૬ વિદ્યાર્થી‍ઓમાંથી ૨૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે પ૪૭૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ભૌતિકશાસ્ત્રના પ્રશ્નપત્રમાં દાખલા અઘરા અને પ્રશ્નપત્ર લાંબુ નીકળતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નોંધાયો નથી.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...