• Gujarati News
  • Farm Fence, Killing A Middle aged Electrical Currents Passed

ખેતરની વાડમાં પસાર કરાયેલા વીજ કરંટથી આધેડનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખેતરની વાડમાં પસાર કરાયેલા વીજ કરંટથી આધેડનું મોત
- ફરીયાદ બાદ મોડાસા ગ્રામ્ય પોલીસે ખેતર માલીક સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી

મોડાસા : મોડાસા તાલુકાના રામપુરાકંપા ગામે આવેલ ખેતરની તારવાડમાં ખેડૂત દ્વારા પસાર કરાયેલા વીજ કરંટથી વાંટડા ગામના એક ઇસમનું કરૂણ મોત નીપજતાં મોડાસા ગ્રામ્ય પોલીસે ખેડૂત વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.રામપુર કંપા ગામે મણીભાઇ નથ્થુભાઇ પટેલે પોતાના મગફળીના વાવેતર વાળા ખેતરમાં ઉભા પાકને જાનવરોથી બચાવવા ખેતરની ચારે તરફ આવેલા તારની વાડમાં વીજ કરંટ પસાર કર્યો હતો.
શુક્રવારની સવારે આ ખેતર પાસે થી પસાર થઇ રહેલા વાંટડા(દાવલી) ગામના અરજણજી સોમસિંહ મકવાણા(ઉ.વ.પ૦)આ વીજ કરંટવાળી તારની વાડને અટકી જતાં વીજ કરંટથી મોતને ભેટયા હતા. અરજણજીના મોતના સમાચારની જાણ મહાદેવપુરા ગામે થતાં તેઓના સંબંધીઓ દોડી આવ્યા હતા અને આ કરૂણ ઘટના બાદ મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ મકવાણા રહે.મહાદેવપુરાની ફરીયાદના આધારે મોડાસા રૂરલ પોસઇ જે.આર.ઝાલા,હે.કો. ચંદ્રસિંહ સીસોદીયા સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
તારની વાડમાં પસાર કરાયેલા કરંટથી કોઇ વ્યક્તિ મૃત્યુ પામી શકે છે તેવું જાણવા છતાં તારવાડમાં વીજ કરંટ પ્રસાર કરનાર ખેડૂત મણીભાઇ નથ્થુભાઇ પટેલ રહે.રામપુરકંપાના ઓ સામે ઇપીકો કલમ ૩૦૪,૨૦૧ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાશીયા ગામે વાંધામાં તણાઇ જતાં આધેડનું મોત
મેઘરજ : મેઘરજ તાલુકાના મુળશી-અગાશીયા ગામે આવેલા માલપુરના આંકલીયા ગામના સોમાજી કાળુજી મસાત(ઉ.વ.પપ) ના ઓ સીમમાંથી પસાર થતાં વાંઘામાંથી પસાર થઇ રહયા હતા.ત્યારે અચાનક વાંઘામાં પાણીનું ભારે વેહણ વધતાં આ ઇસમ વાંઘાના વહેણમા ખેંચાઇ જતાં મોતને ભેટયા હતા. આંકલીયા ગામના રાંમાભાઇ ગણેશ મસાતનાઓ એ મેઘરજ પોલીસે સ્ટેશને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.