• Gujarati News
  • Fake Teacher Recruitment Scandal In Sabarkantha, Case File

સાબરકાંઠામાં શિક્ષક ભરતી કૌભાંડ, નકલી દસ્તાવેજો બનાવી નોકરી મેળવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ખેડબ્રહ્મા તાલુકાની જયાં ભરતી કૌભાંડ આચરાયુ હતું તે ખેરોજ નજીક આવેલા નાના સેબલીયાનું શ્રી આત્માનંદ સૌરભ વિદ્યાલય)
- શિક્ષક ભરતી કૌભાંડ મામલે 38 વિરુદ્ધ ફરિયાદ
-
બોગસ ભરતી | ખેડબ્રહ્મા તાલુકાની-3 અને ઇડરની-1 હાઇસ્કૂલમાં ખોટા દસ્તાવેજો બનાવી નોકરી મેળવી હતી
-
સંચાલકો અને શિક્ષકો સહિત સામે નાયબ નિયામક ગાંધીનગર દ્વારા ખેરોજ, ઇડર અને ખેડબ્રહ્મામાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ

હિંમતનગર/ખેડબ્રહ્મા/લાંબડીયા: સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે સાબરકાંઠા જિલ્લાની છાપ અતિ ખરાબ છે ત્યારે ખેડબ્રહ્મા, ઇડર તાલુકાની મળી ચાર શાળા સંચાલકોએ કૌભાંડ આચરી 35 શિક્ષણ સહાયકોની ખોટી રીતે ભરતી કરી સરકારી લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટનો દૂરપયોગ કરી ખોટા દસ્તાવેજોને સાચા દસ્તાવેજો તરીકે રજૂ કરી કૌભાંડ કર્યુ હતું. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં મદદનીશ કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરે શનિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઇ છે. કૌભાંડ બહાર આવતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં સોંપો પડી ગયો છે.

અગાઉ જિલ્લામાં કેટલાક શિક્ષકોએ એલ.ટી.સી. પાસ કરાવવા માટે ખોટા બિલો લઇ રજૂ કરી લાખ્ખો રૂપિયા લઇ લીધા હતા. જે અંગે તપાસમાં પરપોટો ફૂટી ગયો હતો. દરમિયાન ખેડબ્રહ્મા તાલુકાની પરોયા ગામની બી.એસ.વાઘેલા માધ્યમિક અને માતૃશ્રી એન.એસ.વાઘેલા ઉચ્ચત્તર માધ્યમિક શાળા પરોયાના સંચાલક નારાયણભાઇ, બાબુભાઇ અને મહેન્દ્રભાઇ ગૌસાઇએ તા.10 મી સપ્ટેમ્બર-2014 ના રોજ શિક્ષણ નિયામકની સહીથી 15 કર્મચારીઓને બોગસ નિમણુકના પત્રો આપી દીધા હતા એવો આક્ષેપ નોકરી મેળવનાર શિક્ષક સહાયક ચિરાગભાઇ પટેલે કર્યો છે.

ત્યારબાદ શાળા સંચાલકોએ શિક્ષણ સહાયકો પાસેથી લાખ્ખો રૂપિયાની માગણી કરાતા નાના સેબલીયાના સૌરભ વિદ્યાલયના શિક્ષણ સહાયક ચિરાગભાઇ પટેલે શિક્ષણ વિભાગના હુકમ નં.બ.ગ.શ.1009/92(ગ) ની કોપી સાથે શિક્ષણ વિભાગને ફરિયાદ કરી હતી. ત્યારબાદ તપાસ કરતા બોગસ ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંતર્ગત શિક્ષણ વિભાગે હુકમ નં.1009/2031/(ગ) અને હુકમ નં.બગસ.1009/2021 ના હુકમની પણ તપાસ કરતા કૌભાંડ થયાનું બહાર આવ્યુ હતું. તેજ પ્રમાણે ખેડબ્રહ્મા તાલુકાના નાના સેબલીયા ગામે આવેલા સૌરભ વિદ્યાલયના સંચાલક નારાયણભાઇ પ્રજાપતિએ 18 શિક્ષણ સહાયકોને ખોટી રીતે ભરતીના ઓર્ડર આપીને લાખ્ખો રૂપિયા પડાવી લીધા હતા અને સરકારી ગ્રાન્ટનો દૂરપયોગ કરાયો હોવાનું ફરિયાદમાં રહીમતુલ્લા હબીબભાઇ જુણકીયાએ જણાવ્યુ છે. ઉપરાંત આવુ જ એક કૌભાંડ ઇડર તાલુકાની ચોરીવાડ ગામે આવેલ જે.પી.શાહ હાઇસ્કૂલના સંચાલક દ્વારા આચરવામાં આવ્યુ હતું. સંચાલકે એક મહિલાને શિક્ષણ સહાયક તરીકે બોગસ દસ્તાવેજોને સાચા દસ્તાવેજો તરીકે તા.1/7/2013 થી નિમણુક આપી હતી અને આ મહિલા શિક્ષકને સરકારી અનુદાનમાંથી પગાર ચૂકવવામાં આવતો હતો.
આગળ વાંચો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સંડોવણીની આશંકા