• Gujarati News
  • Enutch Murder Case Master Of Arti De Has Put Place On Pledge

ધ કિન્નર વોર: આરતી દેના ગુરુએ વિસ્તાર ગીરવે મુક્યો ‘તો,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: 1. આરતીને મારીને દાટી દેવાયી હતી તે જગ્યા, 2. મૃતક આરતી, 3. આરતીનું ખુન કરનાર ચાંદની દે અને 4. ડ્રાઇવર મહંમદ હુસેન છીપા)
- હિંમતનગરમાં શીખ ઉઘરાવવાનું સામ્રાજય ચાંદની દેના કબજામાં હતું : હદ બાબતમાં બંને વચ્ચે સંઘર્ષો અને સમાધાન થતા હતા
- આરતી દેએ રૂ.50 હજાર ચાંદની દેને આપી વિસ્તાર છુટો કરાવ્યો હતો
હિંમતનગર: કિન્નર આરતી દેની ગોળીઓ મારી હત્યા કરી દેવાના બહુચર્ચિત બનાવમાં કિન્નર સહિત બેની ધરપકડ કરાઇ છે ત્યારે આ હત્યા પાછળ શીખ ઉઘરાવવાનો હદનો મામલો કારણભૂત બન્યો છે.મૃતક આરતી દેના ગુરૂ ભીખી દેએ રૂા.50 હજારમાં પોતાનો હિંમતનગર વિસ્તાર ચાંદની દે પાસે ગીરો મુકયો હતો અને આ ગીરો મુકેલ વિસ્તાર આરતી દેએ ભીખીદેની સુચના અનુસાર ચાંદની દેને રૂા.50 હજાર આપી છુટો કરાવ્યો હતો છતાં પણ બંન્ને કિન્નરો અહીં શીખ ઉઘરાવતાં અવાર નવાર ઘર્ષણો સર્જાતાં અને સમાધાન પણ થતાં હતા અને અંતે આ મામલે આરતી દેની હત્યા કરી દેવાઇ હતી.
પ્રાંતિજ તાલુકાના મોયદવાસ રૂપાજી ગામના કિન્નર આરતી દેની હત્યાના મામલે પ્રાપ્ત થયેલ વિગત અનુસાર છ માસ અગાઉ સલાલના અખાડામાં રહેતા આરતી દે તા.22 મે-2014 ના રોજ સલાલથી શીખ ઉઘરાવવા સવારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવ્યા હતા. હિંમતનગરમાં શીખ ઉઘરાવવાનું સામ્રાજય ચાંદની દેના કબજામાં હતું. હત્યા પહેલાના સમયમાં મૃતક આરતી દેના ગુરૂ ભીખી દેએ રૂા.50 હજારમાં પોતાનો વિસ્તાર ચાંદની દે પાસે ગીરો મુકયો હતો અને આ ગીરો મુકેલ વિસ્તાર આરતી દેએ ભીખીદેની સુચના અનુસાર ચાંદની દેને રૂા.50 હજાર આપી વિસ્તાર છુટો કરાવ્યાની વાત મૃતકના મોટાભાઇ હઠીસિંહ ચૌહાણે કરી હતી. ત્યારબાદ આરતી દે અને ચાંદની દે બંને કિન્નરો હિંમતનગર તેમજ પ્રાંતિજ તાલુકામાં શીખ ઉઘરાવતા હતા.
જે બાબતે બંને વચ્ચે અનેક વખત સંઘર્ષો પણ થતા હતા અને બાદમાં સમાધાન થઇ જતું હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યુ હતું. તા.22 મે-2014 ના રોજ સવારે સલાલથી હિંમતનગરના મોતીપુરામાં શીખ ઉઘરાવવા આવેલ આરતી દેને ગુમ કરી પતાવી દેવાની યોજના મોતીપુરામાં રહેતા કિન્નર ચાંદની દે એ ઘડી રાખી હતી અને આરતી દેને ચાંદની દેના મકાન પર આવ્યા બાદ તે અચાનક જ ગુમ થઇ જતા કિન્નર સમુદાય તથા ગુમ થનારના પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ થઇ હતી. પરંતુ તા.24 મે સુધીમાં આરતી દેનો કોઇ પત્તો હાથ ન લાગતા અંતે તેના મોટાભાઇએ હિંમતનગરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચાંદની દે, તેનો ડ્રાઇવર મોહંમદહુસેન છીપા અન અન્ય એક શખ્સ મળી કુલ ત્રણ જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જયારે બીજી બાજુ કિન્નર ચાંદની દેએ ઘડેલા પૂર્વ યોજીત પ્લાન મુજબ ડ્રાઇવર અને તેના મિત્ર શકીલની મદદ વડે આરતી દેની મકાનમાં જ હત્યા કરી દઇને તેની લાશ દિવાલના કબાટમાં ખોદી દાટી દીધી હતી.
હત્યારા કિન્નર ચાંદની દે પાસે સ્કોડા ગાડી આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...