તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજી શરાફી મંડળીની જનરલ સભામાં ડિરેકટરનું આકસ્મિક મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મંડળીના ડિરેકટર રમણભાઇ સુથાર ચાલુ સભાએ ચર્ચા દરમિયાન ઢળી પડ્યા :મૃતકના માનમાં શામળાજી બજાર બંધ રહ્યું

શામળાજીમાં જનતા શરાફી સહકારી મંડળીની વાર્ષિ‌ક સાધારણ સભા રવિવારે યોજાઇ હતી.જેમાં મંડળીના એક ડિરેકટરને ચાલુ સભાએ ચર્ચા દરમિયાન હાર્ટએટેક હુમલો આવતા ઢળી પડ્યા હતા.જેથી તેમને સારવાર અર્થે લઇ જવાયા હતા. જયાં તેઓને ડોકટરોએ તપાસી મૃત જાહેર કર્યા હતા.

મંડળીની વાર્ષિ‌ક જનરલ સભા રવિવારે મોઢ પટેલ કોમ્પલેક્ષના હોલમાં યોજાઇ હતી. જેમાં મંડળીના ચેરમેન મહેશભાઇ જોષી, વાઇસ ચેરમેન તરૂણભાઇ બારોટ તેમજ મેનેજીંગ ડિરેકટર જયેશભાઇ સોની સહિ‌ત મંડળીના ડિરેકટરો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.ચાલુ સભામાં ચર્ચા દરમિયાન મંડળીના ડિરેકટર રમણલાલ.જી.સુથારને હ્દયરોગનો હુમલો થતાં ઢળી પડ્યા હતા.

તેઓને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં ડોકટરોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. ચાલુ સભાએ એકાએક ડિરેકટરનું નિધનના સમાચારે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. સદ્ગત ડિરેકટરના માનમાં શામળાજી બજારના વેપારીઓએ રવિવારે સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી અંતિમવિધિમાં જોડાયા હતા.