• Gujarati News
  • Dena Bank Vanabandhu Welfare Scheme Initiated By The Chairman Of The Affected

દેના બેંક દ્વારા શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજનાથી ચેરમેન પ્રભાવિત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરમાં સંયુકત જવાબદારી વાળા જૂથોને ધિરાણ કરવાની યોજનાનો પ્રારંભ : ૪૭૦ જૂથો અને પપ૦ મહિ‌લાઓને રૂ.૪.૬૦ કરોડનું ધિરાણ કરાયું

દેના બેંક દ્વારા દેશમાં સૌ પ્રથમવાર ખેડૂતો માટેની રૂપેકાર્ડ યોજના તથા સંયુકત જવાબદારી વાળા જૂથોને ધિરાણ કરવાની યોજનાનો બુધવારે હિંમતનગર ખાતેથી બેંકના ચેરમેને પ્રારંભ કરાવીને આનંદ વ્યકત કરતા જણાવ્યુ હતું કે સાબરકાંઠા જિલ્લામાં દેના બેંક દ્વારા શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજના સફળ થઇ છે તે નોંધનીય છે.

હિંમતનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલતા દેના બેંકના ચેરમેન અશ્વનીકુમારે વધુમાં જણાવ્યુ હતું કે બેંક દ્વારા સંયુકત જવાબદારીવાળા અનેક લોકો માટે નાણાંકીય ધિરાણ મળતુ ન હતું. કારણકે તેમની પાસે કોઇ જમીન ન હતી. તેમજ કોઇ ગેરંન્ટર થવા પણ તૈયાર ન હતું. જેથી દેના બેંકે આવા વર્ગને ઉપયોગી થવા માટે સંયુકત જવાબદારીવાળા જૂથોને ધિરાણ મળે તેવી યોજના અમલી બનાવી છે. જેમાં જૂથના સભ્યો એકબીજાના ગેરન્ટર બનશે. ઉપરાંત બેંક દ્વારા ૧૩૨પ જૂથોના પ૯૬૨ સભ્યોને ધિરાણ આપવાનો પ્રારંભ કર્યો છે.

આદિવાસી વિસ્તારોમાં આવેલા ૬૬૪ જૂથો દ્વારા ૨૮૦૮ સભ્યોને તેમજ ૭૪૭ મહિ‌લા જૂથના ૩૩૧૦ સભ્યોને અંદાજે રૂ.૭.૪૬ કરોડનું ધિરાણ કરવામાં આવ્યુ છે. જેના કારણે ૪પ૦પ સભ્યોને લાભ થયો છે. ઉપરાંત સબંધિત યોજના હેઠળ ૪૭૦ જૂથોને પણ રૂા.૩.૨૩ કરોડનું ધિરાણ કરાયુ છે. ઉપરાંત સખી મંડળના ૨૧૪૦ જૂથોને રૂ.૯.૭૪ કરોડનું ધિરાણ દેશમાં પ્રથમ વખત દેના બેંક દ્વારા કરાયુ છે.

બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત નવી રૂપેકાર્ડની યોજના અમલી બનાવાઇ છે. જેમાં પાત્રતા ધરાવતા ખેડૂતોને એટીએમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ છે. તેમના જણાવ્યા મુજબ બેંકની સ્થાપનાને ૭પ વર્ષ પૂર્ણ થતા પ્લેટીનમજયુબીલી વર્ષની ઉજવણીના ઉપલક્ષને ધ્યાનમાં રાખી આ યોજના બનાવાઇ છે. આ કાર્યક્રમમાં બેંકના અગ્રણી એચ.આર.દવે, સુરેશભાઇ પટેલ, મહેન્દ્રભાઇ શાહ, ડીડીઓ રવિકુમાર અરોરા સહિ‌ત બેંકના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.