• Gujarati News
  • Demaimam Bayad The Conflict Between The Two Groups, Seven People Hurt

બાયડના ડેમાઇમાં બે જૂથ વચ્ચે અથડામણ, સાત લોકોને ઈજા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓઈલની દુકાનમાં પક્કડ તેમજ ડીસમીસ લેવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ પક્ડયું :ઘટનાને પગલે પોલીસ સ્ટેન્ડ ટુ

બાયડ તાલુકાના ડેમાઇ ગામે ગુરુવારે બે કોમ વચ્ચે ડીસમીસ લેવા બાબતે જૂથ અથડામણ થતાં ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં સાત લોકોને ઇજાઓ પહોચી હતી. આ ઘટનાને લઈ ડેમાઇમાં વાતાવરણ તંગ બની ગયુ હતુ.બંને જૂથના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.આ બનાવમાં પોલીસે રાયોટીંગનો ગુનો નોધી કુલ ૧૪ શખ્સોની શોધખોળ આદરી છે.

આ અંગે મળેલ માહિ‌તી મુજબ બાયડ તાલુકાના ડેમાઇ ગામે ગુરુવાર સવારે બે કોમના સમુદાય વચ્ચે જૂથ અથડામણ થતા વાતાવરણ તંગ બની ગયુ હતુ.જેમાં એક જૂથ દુકાન તેમજ ઘરોમાં ઘૂસી તોડફોડ કરતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ બનતા જ લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા.

બાયડ પોલીસ સ્ટેશને અનિલસિંહ ભયજીસિંગ પરમારે નોધાયેલ ફરિયાદ મુજબ ફકરુદ્દીન યાકુબભાઇ મોગલ તથા એજાજ ફકરુદ્દીન મોગલની દુકાન ઉપર અનિલસિંહ ઓઇલ લેવા ગયા ત્યારે ફકરુદ્દીને મારુ પકડ લઇ ગયેલ છે તેમ કહી ગાળો બોલી હાથમાં રહેલ ડીસમીસ અચાનક જ અનિલભાઇના આંખની નજીક મારી દેતા તેઓ ગંભીર ઘાયલ થઇ ગયા હતા. આ બનાવમાં અન્ય બે શખ્સો પણ આવી જઇ અનિલસિંહ ઉપર હુમલો કર્યો હતો. જ્યારે બીજી સામે ફકરુદ્દીનભાઇએ નોધાવેલ ફરિયાદ મુજબ અનિલસિંહ ડીસમીસની ચોરી કરી ગયેલ કહેતા તેઓ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી ટોળુ એકઠુ કરી હથિયારો ધારણ કરી ફકરુદ્દીનના ઘરમાં ઘૂસી લોખંડની પાઇપો વડે હુમલો કરતા ચકચાર મચી હતી. તેમજ ટોળાએ દુકાનો ઉપર હુમલો કરતા દુકાનમાં માલસામાન રફેદફે કરી નાખ્યો હતો. આ બનાવ બનતા જ ગામમાં પોલીસ દોડી પહોચી હતી. ત્યારે પોલીસ પર પણ લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. વાતાવરણ તંગ બનતાં ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મામલામાં કુલ ૧૪ શખ્સ સામે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ અહેવાલ આગળ વાંચો....