તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં આધેડની લાશની ૪પ દિવસ બાદ અંતિમક્રિયા કરાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઝઘડાની અદાવતમાં આધેડની હત્યા કરાતાં લાશને હત્યારાઓના ઘર પાસે મૂકી દીધી હતી
- પોશીના પોલીસે નાસતા-ફરતા શખ્સોની શોધખોળ
હાથ ધરી

ખેડબ્રહ્મા તાલુકાના પોશીના નજીક આવેલા ગણવા ગામના એક આધેડની ૪પ દિવસ અગાઉ ગામના જ કેટલાક શખ્સોએ ઝઘડાની અદાવત રાખી એક આધેડની હત્યા કરી નાખી હતી. જેની લાશનો અંતિમ સંસ્કાર કરાયો ન હતો. જોકે હત્યા સંદર્ભે પોશીના પોલીસે ગુનો નોંધી બે જણાની ધરપકડ કરી હતી. ત્યારબાદ મૃતકના પરિવારજનોને સમજાવી લાશનો શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

ગણવા ગામના ડેગર ફળીયામાં માતાજી મંદિરના ધાર્મિ‌ક કાર્યક્રમ દરમિયાન રાત્રે કેટલાક યુવાનો દારૂ પીને નાચ-ગાન કરતા હતા. જેથી હાજર આગેવાનો પૈકી સેજુભાઇ નાણાભાઇ ધ્રાંગી (ઉ.વ.પ૨એ યુવાનોને ઠપકો આપતાં રોષે ભરાયા હતા. ત્યારબાદ તે યુવાનો અદાવત રાખીને જતા રહ્યા હતા.

આગળ વાંચો શા માટે આટલો સમય મુકી રાખી હતી લાશને