તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાવાડા દૂધ મંડળીમાં ઉચાપત મામલે સેક્રેટરી સહિ‌ત ૧૨ વિરુદ્ધ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સેક્રેટરીએ ફરજ કાળ દરમિયાન રૂ.૧૩ હજારથી વધુની ઉચાપત કરી હતી
હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામની દૂધ મંડળીના સેક્રેટરીએ પોતાના ફરજકાળ દરમિયાન રૂ.૧૩૯૧૭ની હંગામી ઉચાપત કરી હતી. જેમાં ઓડિટ દરમિયાન ઓડિટરે સેક્રેટરી વિરૂધ્ધ મંડળીના હોદે્દારો સહિ‌ત સભ્યોને ફોજદારી કાર્યવાહી કરવા પરિપત્ર કર્યો હતો. પરંતુ દૂધ મંડળીના હોદ્ેદારો કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના મદદનીશ સરકારી અધિકારીએ બુધવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં સેક્રેટરી સહિ‌ત દૂધ મંડળીના ૧૨ હોદ્ેદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સમગ્ર પ્રકરણ અંગેની તપાસ હાથ ધરી છે.
ગાંભોઇ પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામની દૂધ ઉત્પા.સહ.મંડળીમાં તા.૧૩/૭/૨૦૦૭ થી તા.૨પ/૯/૨૦૦૭ દરમિયાન સુરેશકુમાર જીવણસિંહ મકવાણા સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન સેક્રેટરીએ હાથ પરની સિલકના રૂ.૧૩૯૧૭ની ઓડિટ દરમિયાન ઓડિટરે ગણવા માંગતા રજૂ ન કરી હંગામી ઉચાપત કરી હતી. જે અંગે સેક્રેટરી વિરૂધ્ધમાં મંડળીના તમામ હોદે્દારો-સભ્યોને ફોજદારી કાર્યવાહી હાથ ધરવા પરિપત્ર કરાયો હતો. જે પરિપત્ર મુજબ દિન-૩૦માં કાર્યવાહી કરવા સુચના આપવા છતાં પણ સંસ્થાના હોદ્દેદારોએ સેક્રેટરી વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
સેક્રેટરીની આ હંગામી ઉચાપત સામે ફોજદારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા દૂધ મંડળીના હોદ્દેદાર-સભ્યોએ એકબીજાની મદદગારી કર્યાનું ધ્યાને આવતા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના મદદનીશ સરકારી અધિકારી ડી.ટી.નિનામાએ દૂધ મંડળીના સેક્રેટરી સહિ‌ત કુલ ૧૨ જણા વિરૂધ્ધ બુધવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હંગામી ઉચાપતના પ્રકરણ અંગે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. મનસુખભાઇ માવજીભાઇ કરી રહ્યા છે.
- પ્રાંતિજ તાલુકાની પલ્લાચર દૂધ મંડળીના કલાર્કે ઉચાપત કરી
પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ખાતે આવેલ દૂધ મંડળીના કલાર્ક જીતેન્દ્રસિંહ છનસિંહ રાઠોડે તા.૧૩/૩/૧૩ થી તા.૧૬/૮/૧૩ દરમિયાન ફરજ કાળ દરમિયાન મકાઇ ભરડો, મીનરલ મીક્ષચરના રૂા.૨૮,૮૭પ ની ઉચાપત કર્યાનું બહાર આવતા ગામના દિવ્યેશભાઇ પોપટલાલ પટેલે ગુરૂવારે કલાર્ક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો