ખેડબ્રહ્મા જનરલ હોસ્પિ.માં પાણી ભરેલા ખાડામાં બાળક ખાબક્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-બુમાબુમ થતા ફરજ પરના સ્ટાફે બાળકને બચાવી લીધો
-ફાયર ફાઇટરનાપાણીના સંપ માટેબનાવેલો ખુલ્લો ખાડો જોખમીબન્યો


ખેડબ્રહ્મા: ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ કંપાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક પાણી ભરેલો ખાડો ખુલ્લો છે. આ ઉંડા ખાડામાં શુક્રવારે એક બાળક પડી જતા હોસ્પિટલના ક્વાટર્સના રહીશોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. સદનસીબે એક વ્યક્તિ ખાડામાં કુદી પડી બાળકને જીવતો બહાર કાઢતાં બાળકના મા બાપના જીવમાં જીવ આવ્યો હતો. આ ખાડો જોખમી પુરવાર થાય તે પહેલા તેની કામગીરી પુરી કરવાની માંગ થઇ રહી છે.
ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ કંપાઉન્ડમાં 150 પથારીની સગવડવાળી સી.એચ.સી.ની ત્રણ માળની ઇમારત બનાવવામાં આવી છે. ઇમારત વિસનગરની તિરૂપતી સર્જન લી. દ્વારા રૂા. 9 કરોડ કરતાં વધુ ખર્ચે બની છે.

આ ઇમારતમાં ફાયર ફાઇટરની સગવડ માટે સાતથી આઠ ફુટ ઉંડો ખાડો ખોદવામાં આવ્યો છે જે ઘણા સમયથી પાણીથી ભરેલો ખુલ્લો છે. ખાડામાં શુક્રવારે સાંજના સાત વાગ્યાના સુમારે હોસ્પિટલના ક્વાટર્સમાં રહેતા સ્ટાફ બ્રધર પ્રજાપતી મેહુલભાઇ કોદરભાઇનો પુત્ર દિવ્ય (ઉ.વ.4) ખાડામાં પડી જતા. બાળકના સદનસીબે ખાડા પાસે સ્ટાફ નર્સના પતિ કાન્તીભાઇ મકવાણા હાજર હોવાથી ખાડામાં પડેલા બાળકને જીવતો બચાવી
લધો હતો. બાળક ખાડામાં પડતાં બુમાબુમ થઇ જતાં હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો. દિવ્યને જીવતો બહાર કાઢવામાં આવતાં બાળકના મા બાપના જીવમાં જીવ આવ્યો હતો. ત્રણ માળની ઇમારતનો ફાયર સુવિધાઓ માટે પાણી સ્ટોરેજ માટે સંપની કામગીરી પૂર્ણ કરી ખાડો બંધ કરવામાં આવે તેવી હોસ્પિટલનો સ્ટાફ ઇચ્છી રહ્યો છે.