• Gujarati News
  • Bus Passengers Over The Life Of The Soil Near Bayad Khumpi Adhdhara

બાયડ નજીક બસ માટીમાં ખૂંપી જતાં મુસાફરોના જીવ અધ્ધર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રોડના ચાલતા કામકાજમાં બસ એક તરફ નમી જતાં બસ ખોટકાતાં હાઈવે પર ટ્રાફિક જામ :એક કલાક બાદ ટ્રાફિક હળવો થયો

બાયડ નજીક શુક્રવારે બસનુ ટાયર રોડની સાઇડમાં માટીમાં ખુંપી જતાં બસ રસ્તામાં જ ખોટકાઇ પડી હતી. જેને લઈ મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા.જોત જોતામાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ બાયડ ડેપોથી શુક્રવારે બપોરના સુમારે ગાંધીનગર - ઝાલોદ બસ શહેરના દીપ વિસ્તાર નજીક પસાર થતી હતી ત્યારે બસનુ ટાયર અચાનક જ માટીમાં ખુંપી જતાં જતાં બસ એક તરફ નમી ગઇ હતી. આ બનાવ બનતા જ મુસાફરોએ બુમરાણ મચાવી દીધી હતી. જોત જોતામાં તો મોડાસા કપડવંજ હાઇવે ઉપર ટ્રાફિક ચક્કાજામ થઇ જવા પામ્યો હતો.કલાકો બાદ ટ્રાફિક સામાન્ય થયો હતો.

બસ રસ્તામાં જ ઉભી થઇ જતા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા. બાયડમાં એક તરફ આ રોડના કામકાજને લઇ પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સત્વરે રોડનુ કામકાજ ઝડપથી પુરુ કરવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે.