તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભીનો હત્યારો હવસખોર દિયર ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પહાડિયા (પંચાલ) ગામે ભાભીની હત્યા કરી ફરાર થઇ ગયેલા દિયરને મેઘરજના બજારમાંથી પોલીસે હત્યારાને ઝડપ્યો

મેઘરજ તાલુકાના પહાડિયા (પંચાલ) ગામે બુધવારની બપોરે પોતાની અઘટિત માંગણીઓને તાબે ન થનાર વિધવા ભાભીના માથામાં કુહાડી મારી હત્યા કરનાર દિયરને ઇસરી પી.એસ.આઇ આર.આર.દેસાઇએ ગણતરીના કલાકોમાં મેઘરજથી ગુરુવારના રોજ ઝડપી લઇ જેલ ભેગો કરી દીધો છે.

પહાડિયા (પંચાલ) ગામે વિધવા ભાભી પાસે અવાર-નવાર અઘટિત માંગણીઓ કરી પોતાની હવસ સંતોષવા અધીરા બનેલા સગા દિયરે બુધવારની બપોરે ભાભી કરૂણાબેન ખાંટ (ઉ.વ.૩પ) ઘરમાં એકલા હતા, ત્યારે તેની એકલતાનો લાભ લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કરૂણાબેન તાબે નહી થતાં વાસનામાં અંધ બનેલા બચુભાઇ સુકાભાઇ ખાંટ (ઉ.વ.૪૧) એ ઘરમાં પડેલી કુહાડીના જીવલેણ ઘા ભાભીના માથામાં ફટકારી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ હત્યારો દિયર સ્થળ પરથી નાસી છુટયો હતો.

આ ઘાતકી કૃત્ય કરી ભાગી છુટેલો બચુ ખાંટ ગુરુવારના રોજ મેઘરજના બજારમાં ફરતો જોવા મળ્યો હોવાની બાતમી ઇસરી પી.એસ.આઇ આર.આર.દેસાઇને મળતાં તેઓ સ્ટાફ સાથે તાકિદે મેઘરજ દોડી આવ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપી બચુભાઇ સુકાભાઇ ખાંટને ઝડપી લઇ જેલ ભેગો કરી દીધો હતો.

આરોપીને ઝડપી લીધા બાદ ઇસરી પોલીસ મથકે લાવી પોલીસે તેની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી પુછપરછમાં આરોપીએ આ કૃત્ય બદલ પસ્તાવો વ્યકત કરી આવેગમાં આવી પોતે આ કૃત્ય આચકી બેઠો હોવાનું રટણ કરી રહ્યો છે. ત્યારે પી.એસ.આઇ આર.આર.દેસાઇએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા હત્યાના સાચા કારણ અંગે કબુલાત કરવામાં આવે અને ઘટના સ્થળ પરથી મળતાં પુરાવાના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

- મહિ‌લાની લાશનું પી.એમ કરાવાયું

બુધવારની બપોરે દિયર દ્વારા ક્રુર રીતે હત્યા કરી દેવાયેલ વિધવા મહિ‌લા કરૂણાબેન ખાતુભાઇ ખાંટની લાશને મેઘરજ પી.એચ.સી માં ગુરુવારની વહેલી સવારે પી.એમ કરાવાયું હતું. ત્યારબાદ લાશને ક્રિયાકર્મ માટે સગાંવહાલાંઓને સોંપી દેવામાં આવી હતી.