ગુજરાતમાં સૌ પ્રથમવાર ચૂંટણીમાં એન્ડ્રોઈડ મોબાઈલથી થશે મોનીટરીંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓનલાઇન મોનીટરીંગ અને રિપોટ`ગ માટે ટ્રીમટ્રેક નામની એપ્લીકેશન તૈયાર કરીને તેનો ઉપયોગ શરૂ કરાયો
- ઓનલાઇન મોનીટરીંગ અને રિપોર્ટીંગ માટે ટ્રીમટ્રેક એપ્લીકેશનનો ઉપયોગ
- યુઝર નેઇમ અને પાસવર્ડ ચૂંટણી અધિકારીઓને અપાયા છે


દેશમાં લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂર્ણ થઇ ગયા છે ત્યારે ગુજરાતમાં તા.૩૦ એપ્રિલે લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન થનાર છે ત્યારે દેશમાં સૌ પ્રથમ વખત સાબરકાંઠા જિલ્લામાં એન્ડરોઇડ મોબાઇલના માધ્યમથી ઓનલાઇન મોનીટરીંગ અને રિપોર્ટીંગ માટે ટ્રીમટ્રેક નામની એપ્લીકેશન તૈયાર કરીને તેનો ઉપયોગ શરૂ કરાયો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આખી પધ્ધતિ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચને માહિ‌તગાર કરવામાં આવશે.

આ અંગે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી નાગરાજન.એમ.ના જણાવ્યા અનુસાર તેઓને ચૂંટણીમાં ઉમેદવારના ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને દેખરેખના નોડલ અધિકારી તરીકે ફરજ સોંપાઇ છે ત્યારે તેમણે એમ ગર્વમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી દેશમાં પ્રથમવાર સાબરકાંઠામાં એન્ડરોઇડ ફોનથી કામ કરતી ટ્રીમટ્રેક નામની એપ્લીકેશન વિકસાવી છે.આ પધ્ધતિ અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી કરતી એસ.એસ.ટી. અને એફ.એસ.ટી. ટીમોના મોબાઇલ નંબર ઇન્સટોલ કરેલ છે.

આગળ વાંચો ડી.ડી.ઓ. નાગરાજન.એમ. દ્વારા ગર્વમેન્ટ ટેકનોલોજી માટે ઉપયોગ કરવાની પહેલ...