• Gujarati News
  • Alamapura Woman Was Killed Near The Train Adaphete: Young Defense

આલમપુર નજીક ટ્રેનની અડફેટે યુવતીનું મોત: યુવાનનો બચાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા-નડિયાદ રેલ માર્ગ પર આવેલા આલમપુર ગામ નજીકના માનવ વિહોણા રેલવે ફાટક પરથી પસાર થઈ રહેલા બાઈક ચાલકનું બાઈક અચાનક જ બંધ થઈ જતાં રવિવારે બપોરની ટ્રેને બાઈકને અડફેટમાં લઈ લેતાં એક યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક યુવાનને સામાન્ય ઈજા થઈ આબાદ બચાવ થયો હતો.

મોડાસા-નડિયાદ રેલ માર્ગ પર રવિવારની બપોરે મોડાસાથી નડિયાદ તરફ જઈ રહેલી ટ્રેન જ્યારે આલમપુર નજીક પહોંચી ત્યારે માનવ વિહોણા રેલવે ફાટક પર બાઈક નં.જી.જે.૯.સી.ઈ.૩૭૨૯ પર બેઠેલા ચૌહાણ અમિતસિંહ ભૂપતસિંહનું બાઈક અચાનક જ બંધ પડી ગયું હતું. આ બાઈક પર કોકીલાબેન નામની એક યુવતી પણ બેઠેલી હતી. બંને બાઈકસવાર કંઈપણ સમજે તે પહેલાં ધસમસતી આવેલી ટ્રેને બાઇકને હડફેટે લઈ લેતાં કોકીલાબેન ઉછળીને પાટાથી દુર પટકાઈ હતી. ટ્રેનની હડફેટ અને પથરાળ જમીન પર પટકાયેલી યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જ્યારે બાઈકચાલક અમિતસિંહના પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવ સંદર્ભે રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ડ્રાઈવર તેમજ ઘટના સમયે આસપાસમાં હાજર લોકોના નિવેદન લઈ રેલવેને રવાના કરી હતી. જ્યારે મોડાસા રૂરલ પીએસઆઈ દેસાઈએ પણ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક યુવતીની લાશને મોડાસા ખાતે લાવી પીએમ કાર્યવાહી હાથ ધરી હતી. ઘાયલ યુવકને પણ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

વધુ અહેવાલ આગળ વાંચો....