• Gujarati News
  • Air Force Aircraft From The People's Voice Phaphadaya

પાટણના સરહદી વિસ્તારોમાં એરફોર્સના વિમાનોનાં અવાજથી લોકો ફફડયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરહદી સૂઈગામ, દિયોદર,રાધનપુર, વારાહી, સમી, શંખેશ્વરપંથકના લોકોમાં ખોફ છવાયો : ભૂકંપ કે અન્ય ધડાકાની દહેશતથી ઘરની બહાર દોટ લગાવી
એરફોર્સનો અભ્યાસ કેમ્પ ચાલતો હોઇ અવાજ થયાનું તંત્રે સ્પષ્ટ કર્યું

બનાસકાંઠાના સરહદી સૂઇગામ , દિયોદર તેમજ પાટણ જિલ્લાના સરહદી અને રણકાંઠાના રાધનપુર, વારાહી, સમી તેમજ અન્ય વિસ્તારોમાં ગુરુવારે સવારે પોણા નવ કલાકના સુમારે થયેલા ભેદી પ્રચંડ ધડાકાથી મકાનો અને તેમાંની ઘરવખરી હચમચી ઉઠયા હતા. ભૂકંપ કે અન્ય ભયથી જનસમુદાય પણ ઘરની બહાર દોડી ગયો હતો. જોકે, આ સબંધે તંત્રનો સંપર્ક કરાતાં વાયુસેનાના અભ્યાસ દરમિયાન એરક્રાફ્ટના ઉડ્ડયનનો અવાજ હોવાનું પાટણ જિલ્લા કલેક્ટર અને પોલીસવડાએ સ્પષ્ટ કર્યું હતું.

આગળ વાંચો ભાભર અને રાધનપુરનો અહેવાલ...