મોડાસાની પીપલ્સ શરાફી મંડળીમાં કલમ -૯૩ હેઠળ કાર્યવાહી શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તપાસણી અધિકારીએ કાર્યવાહી કરતાં થાપણદારોમાં રાહત વર્તાઇ
રૂપિયા ૧૩ કરોડની નાણાકીય ગેરરિતીઓ આચરી મંડળીના વહીવટદારો અને કર્મચારીઓ દ્વારા નાણા ચાંઉ કરી જવાના ચકચારી પીપલ્સ શરાફી મંડળી કૌભાંડમાં અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કસૂરવાર આરોપીઓ સામે ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ ૧૯૬૧ ની કલમ-૯૩ હેઠળ નાણાકીય જવાબદારી ઠરાવવાની કાર્યવાહી માટે નિમાયેલ સહકારી મંડળીઓના સ્પેશ્યલ ઓડીટરે ચાર્જ સંભાળી પોતાની કામગીરીનો પ્રારંભ કરતાં જ થાપણદારોમાં રાહત વર્તાઇ હતી.
પોતાની મહેનતના ,બચતના, હક્કના નાણા હાથ લાગશે એવી આશા લગાવી બેઠેલા મોડાસાની પીપલ્સ શરાફી મંડળીના સંખ્યાબંધ થાપણદારો એ જામીન ઉપર છૂટી વટ મારતા કૌભાંડીઓ પાસેથી નાણા વસૂલ કરવા, તેમની મિલકતો ઉપર ટાંચ લાવી જપ્ત કરવા સુધીની માંગ માટે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી સામે મહાધરણાનો કાર્યક્રમ યોજયો હતો અને આરોપીઓ સામે કલમ-૯૩ હેઠળ કાર્યવાહી હાથ નહીં ધરાયતો આદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે ગત માસની ૨૮ તારીખે જિલ્લા રજીસ્ટારે આ પ્રકરણમાં તપાસણી અધિકારી તરીકે સ્પેશ્લ ઓડીટર કે.જે.મનસુરીની નિમણૂક કરી હતી.
સહકારી કાયદાની કલમ-૮૬ હેઠળ ચોક્સી અધિકારીએ પીપલ્સ મંડળીમાં આચરવામાં આવેલ નાંણાકીય ગેરરીતીઓઓની ચકાસણી કરી રજૂર કરેલ અહેવાલ મુજબ કસૂરવાર ઠરેલ ૨૮ આરોપીઓએ આચરેલા રૂપિયા ૧૨,૯૯,૮૩,૮૧૨ ની જવાબદારી ફીક્ષ કરવા તપાસણી અધિકારી કે.જે.મનસુરીએ કાર્યવાહી હાથ ધરી હતી. મોડાસા પીપલ્સ શરાફી મંડળીના કાર્યાલયમાં ઉપસ્થિત અધિકારી એ જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલા ૨૩ એન્ટ્રીઓની તપાસ કરી કસૂરવારોની જવાબદારી નો રીપોર્ટ દિન-૬૦માં રજૂ કરવાનો હોઇ રેકોર્ડની તપાસણી હાથ ધરવામાં આવી છે.
- કોમ્પ્યુટર હાર્ડ ડીસ્કનો ઊફજ રીપોર્ટ કયારે આવશે?
મોડાસાની પીપલ્સ શરાફી મંડળીના અંદાજે ૧૩ કરોડની નાણાકીય ગેરરીતીઓના કૌભાંડમાં એક જ દિવસે એ પણ રજાના દિવસે પ કરોડ રૂપિયાની એન્ટ્રીઓ નોંધાઇ હતી.મંડળીના ભેજા બાજાઓ આ બધીજ એન્ટ્રીઓ કોમ્પ્યુટરમાં સેવ કર્યા પછી લાગ જોઇ ડીબેટ કરી હતી. પરંતુ આ કૌભાંડમાં તપાસ અર્થે લઇ જવાયેલ કોમ્પ્યુટરની હાર્ડ ડીસ્કનો એફએસએલ રીપોર્ટ આજદીન સુધી નહી આવ્યો હોવાનું મંડળીના કર્મચારી એ જણાવ્યું હતું આ અગત્યનો રીપોર્ટ કયારે આવશે ...? ... આવશે ખરો? તે અંગે થાપણદારોમાં જાતજાતની શંકાઓ સેવાઇ રહી છે.