• Gujarati News
  • A Woman Died In The Hospital During Treatment Swoosh

હોસ્પિટલમાં મહિ‌લાનું સારવાર દરમિયાન મોત થતાં મચ્યો હોબાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ખાનગી હોસ્પિટલમાં મહિ‌લાનું સારવાર દરમિયાન મોત થતાં હોબાળો મચાવાયો
-ડીવાયએસપી અને ટાઉન પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો
-દર્દીના સગાવ્હાલાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરતા અફડાતફડી
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામની એક મહિ‌લાનું શનિવારે વહેલી સવારે આકસ્મિક મોત થતાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવી હોસ્પિટલમાં તોડફોડ કરતા ડીવાયએસપી અને ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામના સરલાબેન ભીખાભાઇ પટેલ (ઉ.વ.૩૧)ને માથામાં દુખાવો થતાં તેણીને ભિલોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ સરલાબેનની તબીયતમાં સુધારો ન થતાં વધુ સારવાર માટે શુક્રવારે હિંમતનગરમાં આવેલ આવિષ્કાર હોસ્પિટલમાં લાવ્યા હતા. જયાં હોસ્પિટલના તબીબ ર્ડા.કે.પી. પટેલે સરલાબેનના લોહીના તથા અન્ય રીપોર્ટ કરાવ્યા હતા.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક.....