તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાં લોન આપવાના બહાને મહિલાએ 13ને છે તરર્યા : ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- હિંમતનગરની મહિલાને પોલીસ હવાલે કરતા સમાધાન થયું

પ્રાંતિજ : પ્રાંતિજના ભાંખરીયા ટેકરા પર રહેતા 13 લોકો પાસેથી હિંમતનગરની એક મહિલાએ જિલ્લા ઉદ્યોગકેન્દ્રમાંથી લોન અપાવવાના બહાને રૂ.9750 ખંખેરી લીધા હતા. પરંતુ શંકા જતાં લોકોએ હિંમતનગરની આ મહિલાને પ્રાંતિજ પોલીસને હવાલે કરી હતી. જોકે પોલીસે સમાધાન કરાવ્યા બાદ મહિલાને મુકત કરી હતી.
હિંમતનગર શહેરમાં રહેતી ફરીઝાબેન અહેમદમીયાં શેખે સોમવારે પ્રાંતિજના ભાંખરીયા ટેકરા પર રહેતા 13 લોકોને વિશ્વાસમાં લઇ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી લોન અપાવીશું તેમ કહી વ્યકિત દીઠ રૂ.750 લેખે રૂ.9750 ઉઘરાવી લીધા હતા. જોકે આ અંગે ટેકરા પર રહેતા લોકોએ કોર્પોરેટર જગદીશભાઇ, નિરવભાઇ પરીખ તેમજ નયનભાઇ દેસાઇને બોલાવી મહિલા સાથે ચર્ચા કરી હતી. જ્યાં વાતચીત દરમિયાન મહિલા શકમંદ જણાતાં તરત ફરીઝાબેનને પ્રાંતિજ પોલીસને હવાલે કરી દેવાઇ હતી. અને કાર્યવાહી હાથ ધરાઇ હતી પરંતુ પોલીસની દરમિયાનગીરીથી ફરીઝાબેને લોન પેટે લીધેલા લીધેલા રૂ.9750 તમામ 13 લોકોને પરત આપી દેતાં તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, આથી પોલીસે મહિલાને મુક્ત કરી દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...