તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર તાલુકા પંચાયતના જર્જરિત આવાસો તોડી નવા બનાવવા માંગ ઉઠી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર: વિજયનગર તાલુકા પંચાયત પરિસરમાં કર્મચારીઓના આવાસો ખંડેર બની ગયા છે. વર્ષો જૂના જર્જરિત આ મકાનો તોડી પાડી નવીન આવાસોની સાથે વ્યાપારીક દુકાનો બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે. સાબરકાંઠા જિલ્લાના પછાત અને અંતરિયાળ એવા વિજયનગર તાલુકાના વિકાસ કાર્યોનું કેન્દ્ર એવા તાલુકા પંચાયતનું ભવન તથા તાલુકા પંચાયત કર્મચારીઓના આવાસો ખંડેર બની ગયા છે.

- દસ વર્ષથી આ મકાનોને તોડી પાડવા માટે રજુઆત છતાં કાર્યવાહી નથી

વર્ષો જૂના આ જર્જરિત મકાનો તોડી પાડી નવીન આવાસીય સહ કોમર્શીયલ કોમ્પલેક્ષ બનાવવા ઉગ્ર માગણી ઉઠી છે. ગત દસ વર્ષથી આ મકાનોને તોડી પાડવા માટે રજુઆત છતાં કોઇ જ કાર્યવાહી થતી નથી. જેથી સત્વરે આ મકાનો નવા બને તેવી તાલુકા પંચાયતના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું.

જોકે તાલુકા પંચાયતનું ભવન ગત ત્રણેક વર્ષ અગાઉ રીનોવેશન પણ કરવામાં આવ્યુ હતું. જયારે કર્મચારી આવાસો જે તે સ્થિતિમાં જ હોઇ આ મકાનો તોડી કોમર્શીયલ કમ રેસીડેન્સીયલ કોમ્પલેક્ષ બનાવવા માગણી ઉઠી છે.

તોડી પાડવાની મંજુરી મળી ગઇ છે : TDO
આ અંગે વિજયનગર તાલુકા વિકાસ અધિકારી સુરપાલભાઇ સુવેરાનો સંપર્ક કરતા તેમણે આ અંગે જણાવ્યુ હતું કે જિલ્લા એકઝીકયુટીવ ઇજનેર દ્વારા તાલુકા પંચાયત અધિકારી આવાસો તોડી પાડવાની મંજુરી આપવામાં આવી છે. જયાં નવીન આવાસો બનાવવા તાલુકા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવશે. જે બાદ નવીન કોમ્પલેક્ષ અથવા આવાસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કોમર્શીયલ કોમ્પલેક્ષથી સ્વભંડોળ ઉભું થઇ શકે
આ અંગે બાલેટા સરપંચ લક્ષ્મણભાઇ ગામેતીએ જણાવ્યુ હતું કે તાલુકા પંચાયતના જર્જરિત આવાસો તોડી જે જગ્યા ખુલ્લી થાય ત્યાં બહુમાળી ભવન બનાવી ભોંયતળિયે દુકાનો બનાવી વેચાણથી અથવા ભાડેથી આપી તાલુકા પંચાયત પોતાનું સ્વભંડોળ ઉભું કરી શકાય તેમ હોઇ સરકાર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.
અન્ય સમાચારો પણ છે...