તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનામાં દલિતો પર અત્યાચારનો પડઘા: ખેડબ્રહ્મા-મેઘરજમાં આવેદન, તલોદમાં રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા/ મેઘરજ/તલોદ/રાધનપુર:ગીર સોમનાથના ઉના તાલુકાના મોટા સમઢીવાળા ગામે દલિત સમાજના યુવાનો ઉપર અત્યાચારના પડઘા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડ્યા હતા. જેના ભાગરૂપે ગુરૂવારે ખેડબ્રહ્મામાં જય ભીમ સમાજ સેવા વિકાસ સમિતિના કાર્યકરો અને સમાજના લોકો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. જ્યારે મેઘરજ નગરમાં દલિત સમાજ દ્વારા જુના બસસ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. તલોદના માતાજી ચોકથી મામલતદાર કચેરી સુધી 50 જેટલા દલિત સમાજના લોકોએ રેલી કાઢી હતી.
આપેલા હથિયારના પરવાના પરત લેવાની પણ માગણી કરવામાં આવી
ખેડબ્રહ્માના જય ભીમ સમાજ સેવા વિકાસ સમિતિના દલિત કાર્યકરો અને સમાજે તા.11 જુલાઇએ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા દલિત યુવાનો ઉપર ગુજારવામાં આવેલા અમાનવીય અત્યાચારના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે બસ સ્ટેન્ડથી શરૂ થઇ શહેરના મુખ્ય માર્ગો પર ફરી ડેપ્યુટી કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર આપ્યુ હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સમઢિયાળાના અમાનવીય કૃત્યને વખોડી કાઢીએ છીએ અને વિરોધ કરીએ છીએ અને હવે પછી રાજયના કોઇપણ જિલ્લામાં આવી ઘટના ન બને તેવી માગણી કરી છે.આ સાથે ગૌરક્ષાના નામે ચાલતી હાટડીઓ બંધ કરાવી તેમને આપેલા હથિયારના પરવાના પરત લેવાની પણ માગણી કરવામાં આવી છે અને ખેડબ્રહ્મા તાલુકાની કાયદેસર દલિત સમિતિ બનાવી ભવિષ્યમાં આવી ઘટના બને તો તેની તાત્કાલિક તપાસ કરાવવાની માગણી કરવામાં આવી છે.

મેઘરજમાં આવેદન અપાતાં પોલીસ સ્ટાફ ખડેપગે તૈનાત
મેઘરજ.મેઘરજ નગરમાં દલિત સમાજ દ્વારા જુના બસસ્ટેન્ડથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી સુધી જઇ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. જેમાં પોલીસ દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમ માટે બંદોબસ્ત ગોઠવાયો હતો. ગુરૂવારે 12 કલાકે તાલુકાનો દલિત સમાજ મેઘરજ જુના બસસ્ટેન્ડ પાસે એકત્રિત થઇ ત્યાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી જઇ મામલતદાર આર.કે.ઓઝા ને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઉનાના સમઢીવાળા ગામના અત્યાચારના વિરોધમાં અને આ અત્યાચારીઓને સખ્ત કાયદાકીય કાર્યવાહી કરવા બાબતે સમર્થનમાં આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં મેઘરજ તાલુકાના દલિત અગ્રણી બાબુભાઇ કે.સુતરીયા, સવજીભાઇ પરમાર, કાન્તીલાલ વણકર, લવજીભાઇ પરમાર, કે.કે.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

તલોદમાં 50થી વધુ દલિતો રેલીમાં જોડાઇ વિરોધ કર્યો
તલોદ. ગુરૂવારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના દલિત સમાજ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. તલોદ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નવનીતકુમાર નરસિંહભાઇ વણકર સહિત 50થી વધુ દલિતોએ જણાવ્યુ હતું કે સમઢીયાળા ગામના દલિત યુવાનોને ખોટી રીતે માર મારી ત્રાસ ગુજારવામાં આવેલ છે. જેથી તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. વિરોધના ભાગરૂપે ગુરૂવારે તલોદના માતાજી ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વિનુભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ, મંગુભાઇ ઝાલા, એ.ડી.પટેલ, રાજુભાઇ રાવલ સહિત દલિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આગળની સ્લાઇડમાં વાંચો,રાધનપુરમાં કોંગ્રેસનું આવેદન, વારાહીમાં દલિતોની રેલી...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો