તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટીઇસરોલ નજીક ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા 4 મુસાફરોના મોત, 12 ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસા/મોટીઇસરોલ:રાજસ્થાનના ભીમથી સુરત જતી લકઝરી બસના ટાયરને પંકચર થતાં મોટીઇસરોલ નજીક ટાયર બદલવા ઉભી રખાયેલ બસને પુરઝડપે હંકારાતી ટ્રક ટ્રેલરે ટક્કર મારી સર્જેલા અકસ્માતમાં 4 મુસાફરોના મોત નીપજયા હતા. જયારે આ ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા 12 મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા હતા. મોડી રાત્રે સર્જાયેલ આ અકસ્માતની જાણ થતાં રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
4 મુસાફરો ઉપર લકઝરીના ટાયર ફરી વળતાં કમકમાટીભર્યા મોત
રાજસ્થાનથી સુરત જતી લકઝરી બસ નં. આર.જે.30 સીએ 4311 નું ટાયર પંકચર થતાં લકઝરીના ચાલકે ટાયર બદલવા બસને મોડાસા-શામળાજી ફોર લેન્ડ માર્ગ ઉપરના મોટીઇસરોલ નજીક રોડ સાઇડે પાર્ક કરી હતી. લકઝરી બસનો ચાલક અને કલીનર ટાયર બદલી રહયા હતા તે સમયે રાત્રીના 3.30 કલાકે માર્ગ ઉપરથી પુરઝડપે પસાર થઇ રહેલ ટ્રક ટ્રેલર નં. આરજે.06, જીબી 6852 ના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને ગફલતભરી રીતે હંકારી ઉભેલ લકઝરી બસને જોરદાર ટક્કર મારી દેતાં લકઝરી બસમાં થી નીચે ઉતરી આગળના ભાગે બેસેલા 4 મુસાફરો ઉપર લકઝરીના ટાયર ફરી વળતાં કમકમાટીભર્યા મોત નીપજયા હતા.
અકસ્માતમાં ઘવાયેલા 12 મુસાફરોને મોડાસાની સાર્વજનિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા
જયારે અન્ય 12 જેટલા મુસાફરો આ અકસ્માતમાં ઘવાયા હતા. સ્થળ ઉપર મોતને ભેટેલા ડાલચંદ એસ.કલાલ(મેવાડા), ડાલચંદ ડી.કલાલ (મેવાડા), લાડુલાલ કલાલ (કુડેલી) અને ધર્મેશભાઇ પ્રજાપતિ(લાબોડી) ના મૃતદેહોને જરૂરી પોસ્ટમોર્ટમ કરાવી તેમના પરીવારને કબ્જો સોંપાયો હતો. જયારે અકસ્માતમાં ઘવાયેલા 12 મુસાફરોને મોડાસાની સાર્વજનિક હોસ્પીટલમાં ખસેડી સારવાર પુરી પડાઇ હતી. અકસ્માત સ્થળેથી ટોલપ્લાઝાની એમ્બ્યુલન્સ ને જાણ કરવા છતાં સમયસર નહી પહોંચેલી આ સેવા સામે ભારે રોષ ફેલાયો હતો.
ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને પ્રભુલાલ ગીસુલાલજી મેવાડા(કલાલ) -રહે.ચોર્યાસી સુરત, મૂળ રહે.કાલાગુન(રાજસમંદ) ના ઓએ નોંધાવેલ ફરીયાદ બાદ પોસઇ આર.ડી.સગરે ટ્રક ટ્રેલર નં. આર.જે.06 જીબી 6852 ના ચાલક વિરૂધ્ધ ઇપીકો કલમ 279,337,304(અ) તથા એમવી એકટ કલમ 177,184,134(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મૃત્યુ પામેલ મુસાફરો
1.ડાલચંદ સુવાલાલજી કલાલ (મેવાડા) -ઉ.વ.30, રહે.કાલાગુન,તા.દેવગઢ,જી.રાજસમંદ
2. ડાલચંદ ધરમચંદ કલાલ (મેવાડા)- ઉ.વ.21,રહે.કાલાગુન તા.દેવગઢ,જી.રાજસમંદ (રાજસ્થાન)
3. લાડુલાલ સુખલાલજી કલાલ(મેવાડા)-ઉ.વ.31,કુડેલી, તા.દેવગઢ,જી.રાજસમંદ(રાજસ્થાન)
4. ધર્મેશભાઇ દેવીલાલ પ્રજાપતિ, ઉ.વ.29,રહે.લાબોડી, તા.કુંભલગઢ,જી.રાજસંમદ (રાજસ્થાન)
આગળની સ્લાઇડમાં વાંચો,અકસ્માતમાં ઘવાયેલા મુસાફરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો