તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બપોરે 2 વાગ્યે હિંમતનગર શહેરને અડીને આવેલા મોદી ગ્રાઉન્ડમાં 7 બેઠકોને આવરી લેતી જાહેર સભા યોજાવાની છે. આ જાહેરસભાનું પ્રયોજન ગત ચૂંટણીમાં આવેલા પરિણામોમાં સુધારાત્મક ફેરફાર કરવાનું હોવાનુ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. વડાપ્રધાનની સુરક્ષા હેતૂસર આઇ.જી.ના નેતૃત્વ હેઠળ સુરક્ષા વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની 7 બેઠકો પૈકી 6 બેઠકો ગત ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે ગઇ હતી. આ 7 બેઠકો પૈકી હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ અને ઇડર બેઠકો શહેરી વિસ્તાર ધરાવે છે. બંને જિલ્લાની 6 બેઠકો પર ગત ચૂંટણીમાં કડવો અનુભવ થતાં શહેરી વિસ્તાર કે, જ્યાં ભાજપની મહત્તમ પહોંચ છે તેવા મતવિસ્તારના મતદારોને રીઝવવાનો પ્રયાસ નરેન્દ્ર મોદી કરશે અને શક્ય છે કે ગત ચૂંટણીમાં વિમુખ થયેલા મતદારોના મનનું સમાધાન પણ કરે.
મોતીપુરાથી મહાવીરનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
સા.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલના જણાવ્યાનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરસભા માઇક્રોપ્લાનીંગથી ભવ્યાતિભવ્ય બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનની વધુ એક જાહેરસભા ઐતિહાસિક બને તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. તેમજ સાત વિધાનસભા બેઠકના મતવિસ્તારમાંથી મોદીને સાંભળવા આતુર હોય તેવા યુવાનો અને વિશેષ કરીને મહિલાઓ ઉપસ્થિતિમાં પૂરક બની રહે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે તદ્દપરાંત ગામે ગામ વાહનોનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. જેના માધ્યમથી લોકો શુક્રવારે સભા સ્થળે પહોંચશે.
સભાને લઇ ગોઠવાયેલો પોલીસ બંદોબસ્ત
પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા આયોજન થઇ રહ્યુ છે. જેમાં DIG-01, IG-01, SP-04, DySP-09, PI-13, PSI-51, પો.કર્મી- 671, માઉન્ટેડ-08 કર્મીઓની સુરક્ષા વ્યવસ્થા ગઠવવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.