- ત્રણ બુકાનીધારી બાઇકસવારો જુના વડવાસામાં પ્રવેશ્યા હતા
- લોકો દોડતા ત્રણેય બુકાનીધારી પલાયન
સાબરકાંઠા: બાઇક ઉપર સવાર ત્રણ બુકાનીધારીને ગામમાં પ્રવેશતા જોતાં જ મોડાસા તાલુકાના જુના વડવાસા ગામે ભારે દેકારો મચ્યો હતો અને દુધમંડળી ખાતે એકઠા થયેલા યુવાનો ગામના સીમાડે થયેલી હોહા ના પગલે રમોસ તરફના માર્ગે બાઇકો લઇ દોડયા હતા. જયારે બાઇક સવાર ત્રણ શખ્સો વીજવેગે બાઇક લઇ પરત રમોસ તરફ ભાગી છુટયા હતા. આ બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો.