તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત પશુ નહિં ઉપાડો તો દૂધ - પાણી બંધ કરીને ગામમાંથી કાઢીશું : દલિતોને ધમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર: હિંમતનગર તાલુકાના મોટી ઢબાલ ગામમાં મૃત પશુ ઉપાડવાની ના પાડનારા બે ચમાર બંધુઓને દુધ - પાણી બંધ કી ગામમાંથી કાઢી મુકવાની ધમકી આપી અપમાનિત કરાયાની 13 રહિશો સામે ફરિયાદ થઇ છે.ઉનાના સમઢીયાળા ગામની ઘટનાના પ્રત્યાઘાતો હજુ શમ્યા નથી. ત્યાં અહિંયા બનેલા આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર, એસપી અને પ્રાંત સહિતનો કાફલો મોટી ઢબાલ દોડી ગયો હતો.
ગામના રહીશની ગાયનું મૃત વાછરડું ખેંચવાની ના પાડી હતી
મોટી ઢબાલના નવાવાસમાં રહેતા શૈલેષ પશાભાઇએ મંગળવારે રાત્રે બેનલી આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. શૈલેષભાઇના કાકાના દીકરા લલિતભાઇ અને બાબુભાઇ મંગળવારે ગામમાં ગયા ત્યારે તેમણે ગામના રહીશ બજેસિંહ રહેવરની ગાયનું મૃત વાછરડું ખેંચવાની ના પાડી હતી આથી, બજેસિંહ અને તેના બે પૂત્રો જયેન્દ્રસિંહ તેમજ ગણપતસિંહે તેમને અપમાનિત કર્યા હતાં. બીજા દિવસે બુધવારે દૂધ મંડળીએ ગામના માણસો ભેગા થયા અને શૈલેષભાઇને ત્યાં બોલાવ્યા હતાં. આ સમયે ત્યાં બજેસિંહ સહિત 13 લોકો હાજર રહ્યા હતાં.
તમે મૃત પશુઓ ખેંચવાનું બંધ કરશો તો ગામમાંથી કાઢી મુકીશું
તેમાંથી મનહરસિંહ રતનસિંહે એવી ધમકી આપી હતી કે, તમે મૃત પશુઓ ખેંચવાનું બંધ કરશો તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બંધ કરી દઇને તમને ગામમાંથી કાઢી મુકીશું. તમારા ઘર સળગાવી દઇશું. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કોમલબેન રાઠોડે કહ્યું કે, આવી ધમકીઓ આપી અપમાનિત કરી મૃત પશુઓને ઉપાડવાની ફરજ પાડવામાં આવતા શૈલેષભાઇએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉનાના સમઢીયાળામાં દલિતો પર થયેલા અત્યાચારના મામલે સામાજીક વિસંવાદિતા વધી છે એવા સમયમાં મોટી ઢબાલની આ ઘટના અત્યંત સંવેદનશીલ બની જતી હોવાથી એસપી પ્રવિણ માલ, કલેક્ટર સ્વરૂપ પી. સહિતના અધિકારીઓ ગામમાં દોડી ગયા હતાં. જોકે, 13 આરોપીઓમાંથી હજુ એક પણની ધરપકડ કરવામાં આવી નથી. અનિચ્છનિય બનાવ ટાળવા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આગળની સ્લાઇડમાં વાંચો,કોના વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો