તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

150 એકરમાં ફેલાયો છે આ એમ્યુઝમેન્ટ પાર્ક, મેપ જોઈ મજા માણો નહીં તો પડશો ભૂલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતીઓ ખાવા-પીવા અને હરવા ફરવા માટે આખા વિશ્વમાં જાણીતા છે. ત્યારે ગુજ્જુ બધ્રર્સ માટે હવે હરવા-ફરવા અને પિકનીક માટે વધુ એક પિકનિક પ્લેસ તૈયાર થઇ ગયું છે. ગુજરાતમાં તમારા માટે હવે તૈયાર છે 150 એંકરમાં પથરાયેલું એમ્યુઝમેન્ટ પાર્ક. વિકએન્ડ કે વન-ડે પિકનીક માટે ગુજરાતના દ્વારે પ્રકૃતિ ખોળે પથરાયેલા આ પિકનીક પ્લેસ વિશે સાંભળશો તો પણ મન ઝૂમી ઉઠશે. આ પાર્ક અમદાવાદથી અંદાજે 75 કિલોમીટરના અંતરે આવેલું છે આ ઋષિવન પાર્ક. આ પાર્કમાં 93 પોઈન્ટ આવેલા છે જ્યાં અલગ-અલગ રાઈડ્સો આવેલી છે. 

આ એમ્યુઝમેન્ટ પાર્ક વિજાપુર-હિંમતનગર રોડ સાબરમતી નદીના કિનારે દેરોલ ગામ નજીક આવેલો છે. એમ્યુઝમેન્ટ પાર્ક ઋષિવનના નામે ઓળખાય છે. અમ્યુઝમેન્ટ પાર્કમાં તમે એડવેન્ચર, માઉન્ટઈનિંગ, અમ્યુઝમેન્ટ, જંગલ થીમ અને ફિલ્મ લોકેશન જેવા અનેક ડેસ્ટિનેશનની મજા એક સાથે માણી શકો છો. અહીં તમે વોટર પાર્કની પણ મજા માણી શકો છો.

અમ્યુઝમેન્ટ પાર્કનું 100 વીઘામાં ડેવલોપિંગ કરવામાં આવેલ છે. આ એડવેન્ચર પાર્ક સાબરમતી નદીના કિનારે હોવાથી ખુબ રમણીય લાગે છે. અહીં ચારેબાજુ કુદરતી સૌંદર્ય પથરાયેલું છે. આ અમ્યુઝમેન્ટ પાર્કમાં એન્ટ્રી ફ્રિ બહુ જ ઓછી છે. પાર્કમાં અંદર જમવાથી લઈને નાસ્તા સુધીની મજા માણી શકો છો. તમે બાળકો માટે ઘરેથી બનાવેલુ ફૂડ અહીં લઈને આવી શકો છો. અહીં ફુડ કોર્ટ, આઈસક્રિમ પાર્લર, જ્યુસ સેન્ટર, પાણી-પુરી, ચાટ સ્ટેન્ડની સુવિધા પણ છે. અહીં રિવર બોટિંગ, વિવેકાનંદ બોટિંગ, ઝુલા વિહાર, ડિઝલ રાઈડસ, ડ્રેગન રેલ, ફેમિલિ રેલ, ફોરેન બર્ડ હાઉસ, ફિશ એક્વેરિયમની મજા માણી શકો છો.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...