તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતની સ્કુલમાં 1.50 લાખ ખર્ચી ટીચરે બનાવ્યો બગીચો-નર્સરી, ઘર જેવી છે સુવિધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર: આજથી શાળાઓમાં પ્રવેશોત્સવનો સરકારી કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠાના વડાલી તાલુકાના સવાસલા ગામની પ્રાથમિક શાળાની મુલાકત લેવા જેવી છે. શાળાના શિક્ષક અને આચાર્ય સુરેશભાઇ વણકરે 1.50 લાખ ખર્ચો કરી શાળામાં સુંદર બગીચો અને શાકભાજી માટે નર્સરી બનાવી છે. શૈક્ષણિક સંકુલમાં ધો-1 થી 5માં બાળકો પ્રકૃતિને વચ્ચે રહીને અભ્યાસ કરે છે. 

બધુ એમને એમ નથી થયુ.શાળામાં 16 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બનાવતા સુરેશભાઇ વણકરનુ શાળામાં બગીચો બનાવવાનુ સ્વપ્ન હતુ અને છેલ્લા સાત વર્ષથી તેઓ શૈક્ષણિક કાર્યની સાથે બાળકો માટે બગીચો ડેવલપ કરવા પ્રયત્નશીલ રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં રૂ. દોઢ લાખ જેટલો ખર્ચ પણ કરી ચૂક્યા છે. બગીચો ડેવલપ કરવાની સાથે સાથે શાકભાજી માટે નાનકડી નર્સરી પણ કરી છે જેમાં બટાટા,મેથી,ડુંગળી,લસણ,રીંગણ વગેરે નુ વાવેતર કરે છે. શાળામાં ઉગાડેલા શાકભાજી બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે નર્સરીમાંથી થતી વધારાની આવક બાળકોના શૈક્ષણિક વિકાસ ઉપરાંત બાળકોના કપડા-બૂટ વગેરે માટે વપરાય છે. 

હરીયાળા સેવા યજ્ઞમાં હવે ગ્રામજનો પણ સહયોગ આપી રહ્યા છે 

સવાસલા પ્રાથમિક શાળામાં 16 વર્ષથી ફરજ બજાવુ છુ નોકરી શરૂ કરી ત્યારથી શિક્ષણની સાથે પર્યાવરણનુ જતન કરવાના સંસ્કારનુ સિંચન કરવાનુ સ્વપ્ન હતુ. સાત વર્ષના અથાક પ્રયાસો અને દોઢેક લાખના ખર્ચ બાદ સુંદર બગીચો અને નર્સરી તૈયારી થઇ ગયા છે.બાળકો પણ હોંશે હોંશે શાળામાં આવે છે.હરીયાળા સેવા યજ્ઞમાં હવે ગ્રામજનો પણ સહયોગ આપી રહ્યા છે. - સુરેશભાઇવણકર, આચાર્ય, સવાસલાપ્રાથમિક શાળા

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...