તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાજપુરકૂઇ: પાગલને બચાવવા જતા કાર હોડીંગ્સ સાથે ટકરાતા બેના મોત,4ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજપુરકૂઇ:પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલટેક્ષ પાસેથી રવિવારે સવારે શામળાજીથી અમદાવાદ જઇ રહેલ કારના ચાલકે એક પાગલને બચાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર અને પાગલ બંને હોડીંગ્સ સાથે ટકરાયા હતા. જેથી બે જણાના મોત નિપજયા હતા. જયારે કારમાં બેઠેલા અન્ય ચાર જણાને ઇજા થતાં સારવાર માટે પ્રાંતિજ સિવિલમાં લવાયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે સવારે શામળાજી તરફથી આવી રહેલ કાર નં.જીજે.18.બીઇ.5511 કતપુર ટોલટેક્ષ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક એક પાગલ રોડ પર ધસી આવતા તેને બચાવવા માટે કાર ચાલકે પ્રયત્ન કરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે પાગલને ટક્કર વાગતા કાર અને પાગલ બંને જણા હોડીંગ્સના પિલ્લર સાથે ભીડાઇ ગયા હતા. જે અંગે નજીકમાં આવેલ ચંદન હોટલના કર્મચારીઓને ખબર પડતા તેઓએ આવીને બચાવ કામગીરી કરી હતી.
ચારને તરત જ 108 દ્વારા સારવાર માટે પ્રાંતિજ સિવિલમાં ખસેડાયા
જોકે અકસ્માતને કારણે પાગલ યુવાનનું ઘટના સ્થળે ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતું. તેમજ કારમાં જઇ રહેલ તારક નરેન્દ્રભાઇ માખીજા (ઉ.વ.21, રહે.ઉસ્માનપુરા, અમદાવાદ) ને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતું. જોકે આ અકસ્માતમાં ઘવાયેલા અન્ય ચાર જણાને તરત જ 108 દ્વારા સારવાર માટે પ્રાંતિજ સિવિલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની ઘટના અંગે કેયુર રમેશભાઇ રામાણીએ કાર ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે મૃતક તારકના પિતા નરેન્દ્રભાઇ માખીજાને ખબર પડતા તેઓ પરિવાર સાથે પ્રાંતિજ સિવિલમાં દોડી આવ્યા હતા અને રોકકળ કરી મૂકી હતી.

ઇજાગ્રસ્તોની યાદી
- કેયુર રમેશભાઇ રામાણી (ઉ.વ.21)
- વંથાલી શ્રેય (ઉ.વ.20)
- ભાવિક જયંતિભાઇ સેલડીયા
- રવિ જયંતિભાઇ સેલડીયા (ઉ.વ.21)
(ચારેય રહે.અમદાવાદ)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો