પ્રાંતિજના 7 વર્ષીય બાળક સહિત ઉત્તર ગુજરાતમાં 7ને સ્વાઇન ફ્લુ પોઝીટીવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
 
હિમતનગર: સમગ્ર રાજ્યમાં સ્વાઇનફલુએ ફરી એકવાર માથુ ઉચક્યુ છે ત્યારે પ્રાંતિજના 7 વર્ષીય બાળકને પણ  સ્વાઇનફલુના લક્ષણો જણાયા બાદ સમયસર સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ બાળકની તબીયત રીકવર થઇ રહી હોવાનુ આરોગ્ય તંત્ર દ્વારા જણાવાઇ રહ્યુ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સિવિલ ટ્રોમા સેન્ટરમાં બે શંકાસ્પદ સ્વાઇન ફ્લુના દર્દીઓ જણાતાં લાળના નમૂના લેવાયા હતા. તો પાટણના કમાલીવાડામાં મહિલા જ્યારે સમોડામાં એક યુવકને સ્વાઇન ફ્લુ પોઝિટીવ આવ્યો હતો.  પાલનપુર સિવિલમાં બનાવેલા આઇસોલેશન વોર્ડમાં 2 શંકાસ્પદ સ્વાઈન ફલૂ દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે.  જે શંકાસ્પદ દર્દીઓ છે તેમાં 3 પુરુસ 2 સ્ત્રી અને 1 બાળકનો સમાવેશ થાય છે.

પ્રાંતિજના બાળકને સમયસર સારવાર મળતાં રિકવરથઇ રહ્યો હોવાનું જણાયુ

જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ વિગત આપતા જણાવ્યુ હતુ કે પ્રાંતિજના 7 વર્ષીય બાળકને સ્વાઇનફલુના લક્ષણો જણાતા અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ગત 21મી જુલાઇએ સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ અને 5 મી ઓગસ્ટે તેનો સ્વાઇનફલુ પોઝેટીવ રીપોર્ટ આવ્યો હતો.જેને પગલે બાળકના પરીવારના પાંચ સભ્યોને ટેમી ફલુ સારવાર આપવા સહિત જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે તદ્દપરાંત સીવીલ હોસ્પીટલમાં આઇસોલેશન વોર્ડની ક્ષમતા વધારવામાં આવી છે તથા વેન્ટીલેટર,માસ્ક,ટ્રીપલએર માસ્કની સંખ્યા પણ પર્યાપ્ત માત્રામાં વધારાઇ છે તદ્દપરાંત ખાનગી પીડીયાટ્રીશ્યન અને ફીઝીશ્યનના સંપર્કમાં પણ રહેવા જણાવાયુ છે.

તેમણે ઉમેર્યુ હતુ કે આ સિવાય સ્વાઇનફલુના અન્ય દર્દી અંગે કોઇપણ જાતની સત્તાવાર માહીતી મળી નથી.નોંધનીય છે કે રાજ્યમાં સ્વાઇનફલુએ ફરી એક વાર માથુ ઉચક્યુ છે અને રાજકોટ,કચ્છ,પાટણ સહિત ના વિસ્તારો રીતસર સ્વાઇનફલુના ભરડામાં આવી ગયા છે ત્યારે જિલ્લાના આરોગ્યતંત્ર ધ્વારા વિશેષ તકેદારી લેવામાં આવે તે જરૂરી બની રહ્યુ છે સાથે સાથે લોકોએ પણ જાગૃત બનવાની જરૂર છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા સિવિલ ટ્રોમા સેન્ટરમાં બે શંકાસ્પદ સ્વાઇન ફ્લુના દર્દીઓ જણાતાં લાડના નમૂના લેવાયા હતા. તો પાટણના કમાલીવાડામાં મહિલા જ્યારે સમોડામાં એક યુવકને સ્વાઇન ફ્લુ પોઝિટીવ આવ્યો હતો. પાલનપુર સિવિલમાં બનાવેલા આઇસોલેશન વોર્ડમાં 2 શંકાસ્પદ સ્વાઈન ફલૂ દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે. જે શંકાસ્પદ દર્દીઓ છે તેમાં 3 પુરુસ 2 સ્ત્રી અને 1 બાળકનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...